શોધખોળ કરો

Crime News: વાપીમાં મોડી રાત્રે એવું તે શું બન્યું કે, મોટા ભાઈએ નાના ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

Crime News: ગુસ્સો અને પ્રેમ બંને અઢી અક્ષરના શબ્દ છે ,પરંતુ જો કુટુંબમાં પ્રેમના સંબંધો હોય તો માણસો જીવન તરી જતા હોય છે. પરંતુ જો સંબંધોમાં ગુસ્સો પ્રવેશ કરે છે ત્યારે બધું ખેદાન મેદાન થઈ જતું હોય છે.

Crime News: ગુસ્સો અને પ્રેમ બંને અઢી અક્ષરના શબ્દ છે ,પરંતુ જો કુટુંબમાં પ્રેમના સંબંધો હોય તો માણસો જીવન તરી જતા હોય છે. પરંતુ જો સંબંધોમાં ગુસ્સો પ્રવેશ કરે છે ત્યારે બધું ખેદાન મેદાન થઈ જતું હોય છે. આજના આધુનિક યુગમાં ભાઈ ભાઈના સંબંધોમાં પહેલી જેવી મીઠાશ રહી નથી. નાની અમથી વાતમાં બે ભાઈઓ વચ્ચે ધીંગાણું થઈ જતું હોય છે. ત્યારે આવી જ ઘટના રાજ્યના છેવાડે આવેલ ઔદ્યોગીક નગરી વાપીમાં બની છે. જ્યાં એક મોટાભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી નાખ્યું છે .શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલમાં.

ઔદ્યોગિક નગરી વાપી પાસે આવેલા બલિઠા ગામમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. બલીઠા વિસ્તારમાં શિલ્પેશ પટેલ નામના એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. શિલ્પેશ પટેલની હત્યાના મામલે જિલ્લા પોલીસ દોડતી ગઈ હતી. વાપી ટાઉન પોલીસે શિલ્પેશ પટેલની હત્યાના મામલે આરોપી સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. પરંતુ ચોકાવનારી બાબતે છે કે મૃતક શિલ્પેશ પટેલની હત્યા તેના જ મોટાભાઈ સચિન પટેલે કરી હોવાનું બહાર આવ્યું છે. વાપી ટાઉન પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે.

મામુલી બાબતે સચિને તેના નાના ભાઈની શિલ્પેશ પટેલની હત્યા કરી નાખી છે. વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે. સચિનની કડક પૂછપરછ કરતા હત્યાનું કારણ જાણીને પોલીસ પર ચોકી ગઈ હત . કારણ કે સચિને તેના નાના ભાઈ શિલ્પેશની હત્યા કરવાનું પાછળ જર જમીન કે જોરુ નહીં પણ આવેશમાં ગુસ્સામાં આવીને સચિને માથામાં સળીયો મારીને નાના ભાઈની હત્યા કરી હતી. 

મૃતક શિલ્પેશ પટેલ તેના ઘરે તેની પત્ની સાથે રાત્રિના સમયે મીઠી નીંદર માણી રહ્યો હતો. ત્યારે અચાનક જ મધરાતે તેનો મોટો ભાઈ સચિન તેના ઘરે આવી ચડેલો અને તેના ભાઈને તેની સાથે લઈ જવા માટે કહ્યું હતું. સચિન અને શિલ્પેશની એક પિતરાઈ બહેનના એક સંબંધી ઈસમ સાથે સંબંધો હતા. આ સંબંધોને લઈને નારાજ સચિન હાથમાં ઘાતક શસ્ત્ર લઈ પહેલા મૃતક શિલ્પેશ ના ઘરે આવ્યો હતો અને શિલ્પેશ પટેલને ફરજ પાડી હતી કે તું પણ મારી સાથે ચાલ અને આપણે બંને આપણી બહેન સાથે સંબંધ રાખનારને કડક સબક શીખવાડીએ. પરંતુ અચાનક ઊંઘમાંથી ઉઠેલ શિલ્પેશ પટેલ તેના મોટા ભાઈ સચિનની વાતથી સહમત થયો ન હતો અને બે ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલમાં જ મોટાભાઈએ નાનાભાઈનું ટીમ ઢાળી નાખ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget