Rajkot : જૂનાગઢના ભૂવાએ યુવતી સાથે 10 મહિના સુધી બાંધ્યા શારીરિક સંબંધ ને બનાવી દીધી ગર્ભવતી, પછી તો જે થયું તે.....
નાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી.
રાજકોટઃ જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂસાઈડ નોટમાં ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કરાયો છે. ભૂવાએ લગ્ન કરીશ એવું કહી સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની બનાવી હતી.
યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.
સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાયરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી, પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી.
Mehsana : પરણીતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, લગ્ન કરવા માટે અઢી વર્ષની દીકરી નડતરરૂપ બનતા પતાવી દીધી ને પછી....
મહેસાણાઃ મહેસાણા લિંક રોડ પર બાળકીની હત્યા કરેલ લાશ મળવાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ દરમિયાન બાળકીની માતાની ધરપકડ કરી છે. બાળકીની હત્યા તેની જ માતાએ કરી હોવાનું સામે આવ્યુ છે. માતાને અન્ય પુરુષ સાથે લગ્ન કરવા હોવાથી બાળકી અડચલ રૂપ બનતા બાળકીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાંખી હતી. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ફરી એકવાર માતા બની પોતાના સંતાનની હત્યારી.
ગાંધીનગર લીંક રોડ ઉપર ગોકુલધામ ફેલટ સામે બાળકીની હત્યા કરી નાંખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા કરી નાંખવામાં આવી છે. નજીકમાં ઝુંપડામાં રહેતા મજૂરની દીકરીની હત્યા કરવામાં આવી છે. રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે મૃતદેહ મળ્યો. ગળે ફાંસો આપી હત્યા કરાઈ હોવાનું એફએસએલનું કહેવું છે. બાળકીના ગળામાં દુપટ્ટો વીંટાયેલો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતો.
મહેસાણા પોલીસ એ ડીવીઝન અત્યારે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, અઢી વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. આ બનાવ કઈ રીતે બન્યો છે, તેની તપાસમાં અમારી ટીમ લાગેલી છે. એફએસલના મત મુજબ, ગળે ટૂંપો આપીને બાળકીની હત્યા નીપજાવવામાં આવી છે. હવે એના પાછળનું કારણ શું છે અને શા માટે આ બાળકીની હત્યા કરવામાં આવી છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. તમામ એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.