Junagadh : 'મારા દિલનો ટૂકડો હતો' ખૂદ પતિએ જ પત્નીને મારી દીધી ગોળી, કારણ જાણીને ચોંકી જશો
ગઈ કાલે દાણાપીઠ સરકારી શાળાના ગ્રાઉન્ડમાં ફાયરીંગની ઘટના સામે આવી હતી. ખૂદ પતિએ જ પત્નીને ગોળી મારી દેતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જૂનાગઢ : ગઈ કાલે દાણાપીઠ સરકારી શાળાના ગ્રાઉન્ડમાં ફાયરીંગની ઘટના સામે આવી હતી. ખૂદ પતિએ જ પત્નીને ગોળી મારી દેતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિએ પત્ની પર સ્કૂલના બિલ્ડિંગમાં ફાયરિંગ કર્યું હતું. જોકે, આ સ્કૂલ અત્યારે કાર્યરત નથી. ફાયરિંગ પહેલા પતિ પત્નીના ઝગડાનો વિડિયો આવ્યો સામે છે. જેમાં પતિ હાથમાં ધોકો લઈને પત્નીને મારી રહ્યો છે. આ સમયે અન્ય હાજર લોકો માર ન મારવા માટે પતિને સમજાવી રહ્યા છે. આ સમયે પતિ પત્ની સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને વીડિયોમાં સાંભળી શકાય છે કે, તે મારા દિલનો ટૂકડો હતો.
આંગણવાડી વર્કર પત્ની પર પતિએ ફાયરિંગ કર્યું છે. ઘર કંકાસના કારણે પત્ની પર પતિએ ફાયરીંગ કર્યું હતું. પોલીસની સતર્કતાથી આરોપી ઝડપાયો છે. ઇજાગ્રસ્ત મહિલાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ. ગઈ કાલે બપોરે નિવૃત આર્મીમેન પતિએ આંગણવાડીમાં ફરજ બજાવતી પત્ની ઉપર ઘરકંકાસને લઈ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ફાયરિંગ કરનાર પતિને પોલીસે હથિયાર સાથે દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.
આંગણવાડીમાં કામ કરતી પત્ની ફરજ પર હતી એ સમયે પતિએ અચાનક ઘસી આવી મારકુટ કરી ફાયરિંગ કર્યું હતું. એ ડિવિઝન પોલીસ સ્ટાફે હથિયાર સાથે પતિને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈ મહાનગરમાં સન્નાટા સાથે ચકચાર પ્રસરી ગઈ હતી.
Ahmedabad : વારંવાર શરીરસંબંધ બાંધી સગીરાને બે વાર બનાવી દીધી ગર્ભવતી, પુખ્ત થયા પછી ત્રીજીવાર પણ કરી પ્રેગ્નનેન્ટ ને......
અમદાવાદઃ મહિલા દિવસે જ શહેરના વાસણા વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધે બે-બે વાર ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. યુવકે સીગરાને લગ્નની લાલચ આપીને પોતાની હવસ સંતોષી હતી. બે વાર ગર્ભપાત કરાવ્યા પછી પણ યુવકે તેની સાથે શારીરિક સંબંધો ચાલું રાખ્યા હતા. સગીરા પુખ્ત થયા પછી ત્રીજી વાર પણ આ સંબંધોને કારણે ગર્ભવતી થઈ ગઈ હતી.
જોકે, ત્રીજી વખતે પણ પ્રેમીએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું. જોકે, હવે પુખ્ત થયેલી યુવતીએ ગર્ભપાત માટે દબાણ કરતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો એવી છે કે, સગીરા સાથે લગ્ન કરવાની લાલચ આપી વારંવાર શારીરિક સંબધ બાંધતા આરોપી સામે ફરિયાદ થઈ છે. સગીરાને 2 વખત ગર્ભવતી બનાવી ગર્ભપાત કરાવ્યું. ત્રીજી વખત પણ યુવતીને ગર્ભવતી બનાવી ગર્ભપાત કરવા દબાણ કરતો આરોપી હતો. 23 વર્ષીય યુવતીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.