શોધખોળ કરો
Advertisement
પત્નીની પ્રોપર્ટી પર હતો પતિનો ડોળો, સંપત્તિ માટે કર્યુ એવું કે જાણીને ચોંકી જશો
તિરુવનંતપુરમના કારાકોણમ વિસ્તારમાં 51 વર્ષની શાખાકુમારી 28 વર્ષના પતિ અરૂણ સાથે રહેતી હતી.
તિરુવનંતપુરમ: કેરળના તિરુવનંતપુરમમાં વીજ કરંટ આપીને પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિએ તપાસને ગેરમાર્ગે દોરવા પોલીસને જણાવ્યું કે, ક્રિસમસ દરમિયાન તેમના ઘરમાં ફેન્સી લાઇટ લગાવવામાં આવી હતી. તેની ઝપેટમાં આવી જતાં પત્નીનું મોત થયું છે. જોકે પોલીસે તપાસ બાદ પતિની ધરપકડ કરી હતી.
તિરુવનંતપુરમના કારાકોણમ વિસ્તારમાં 51 વર્ષની શાખાકુમારી 28 વર્ષના પતિ અરૂણ સાથે રહેતી હતી. શનિવારે ઘરમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. પ્રારંભિક તપાસમાં અરૂણે જણાવ્યું કે, ક્રિસમસના કારણે ઘરને ફેન્સી લાઇટથી સજાવાયું હતું. કોઈ કારણોસર લાઇટના કરંટથી તેનું મોત થયું હતું. પોલીસ મુજબ, આરોપી તેની પત્નિને ખાનગી હોસ્પિટલમાં પણ લઇ ગયો હતો. પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
થોડા મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા અને તે બાદથી જ વૈવાહિક મતભેદ હતા. અરૂણ સતત તલાકની ડિમાન્ડ કરતો હતો. જ્યારે શાખાકુમારી ના પાડતી હતી. જેને લઇ બંનેમાં ઝઘડો થતો હતો. પતિ પત્નીની પ્રોપર્ટી પર કબજો મેળવવા માંગતો હતો. આ પહેલા પણ તેણે એક વખત પત્નીને ઇલેક્ટ્રિક શોક આપવાની કોશિશ કરી હતી. જેમાં તે સફળ થયો નહોતો.
પોલીસે જ્યારે તેની કડકાઇથી પૂછપરછ કરી ત્યારે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. જે બાદ પોલીસે કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement