શોધખોળ કરો
કોડીનારઃ ચકચારી વિમાંશી હત્યા કેસમાં શું થયો ખુલાસો? કશ્યપે કેમ કરી હત્યા? જાણો વિગત
1/6

મનાઇ રહ્યું છે કે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત પણ શંકાના દાયરામાં છે. કશ્યપ અને ધરતીએ વિમાંશીની હત્યાને અંજામ આપ્યા બાદ જે છરી થી હત્યાને અંજામ આપ્યો તે કશ્યપ સ્પોટ પર જ ભૂલી ગયો હતો. જેથી રાત્રે 3 વાગ્યે આરોપી કશ્યપના પિતા વિજય પુરોહિત બાયપાસ પર ઘટના સ્થળે છરી લેવા ગયા અને તે છરી કોઈના હાથે ન લાગે તેથી ક્યાંક ફેંકી આવ્યા.
2/6

ગીર સોમનાથ પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ કહ્યું છે કે, આરોપી કશ્યપ અને મૃતક વિમાંશી વચ્ચે વાતચીતના સબંધ હતા, પરંતુ આ સબંધોમાં કોઈ પ્રોબ્લેમ હતા, જેને લઈ હત્યાને અંજામ અપાયો છે. ત્યારે એવા સવાલ ઉઠી રહ્યા છે કે, વિમાંશી રિલેશનશિપ માટે ના પાડતી હતી કે કશ્યપ? કારણ કે ચર્ચાઓ થઇ રહી છે કે વિમાંશી કશ્યપ સાથે રિલેશન રાખવા દબાણ કરી રહી હતી.
Published at : 10 Nov 2018 10:07 AM (IST)
View More





















