(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: મધ્યપ્રદેશના મુરૈનામાં જમીન મુદ્દે મહાભારત, એકસાથે 6 લોકોની હત્યા, 3ની હાલત ગંભીર
મધ્યપ્રદેશના મુરૈનામાં જુના જમીન વિવાદમાં લોહિયાળ જંગ છેડાયો છે. જમીન મુદે થયેલા ઝઘડામાં 6 લોકોના મોત થયા છે તો 3ને ગંભીર ઇજા પહોંચી છે.
Crime News:મધ્યપ્રદેશના મુરૈનામાં ભંયકર ઘટના સામે આવી છે. અહીં જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેપા ભીડોસા ગામમાં બની હતી. મળતી માહિતી મુજબ અહીં બે પરિવારો વચ્ચે વર્ષો જૂનો વિવાદ હતો. 5 મેના રોજ સવારે આ વિવાદ ફરી ઉગ્ર બન્યો હતો અને જમીન મુદ્દે લોહિયાળ જંગ ખેલાયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકોના મોત થઇ ગયા
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યાં છે. અહીં 5 મેના રોજ સવારે જમીનના વિવાદને લઈને એક જ પરિવારના 6 લોકોની હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયું હતું. આ ઘટના પાછળ પરિવારજનો વચ્ચે જુનો વિવાદ છે. શુક્રવારે સવારે બંને પરિવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દલીલ બાદ વિવાદ એટલો વધી ગયો કે, બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો. થોડી વાર પછી એક બાજુએ બીજી તરફ ગોળીબાર કર્યો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં બની હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલાક લોકો અન્ય લોકોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે. આ વિવાદમાં મહિલાઓ પણ દેખાઈ રહી છે. એક યુવક બંદૂક લઈને આવે છે અને નિશાન ધડાધડ ફાયરિંગ કરે છે.ઘટનામાં 6 લોકોના મોત થયા છે તો 3 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
Manipur Violence: મણિપુર હિંસાના નકલી વીડિયોને લઇને ભારતીય સેના એલર્ટ, તોફાનીઓ વિરુદ્ધ સરકારનું કડક વલણ
Manipur Unrest: મણિપુરમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં મૈઇતી સમુદાયને સામેલ કરવાની માંગ સાથે હિંસક પ્રદર્શન ચાલી રહ્યું છે. ઈમ્ફાલ, ચુરાચાંદપુર અને અન્ય વિસ્તારોમાં આદિવાસીઓ અને મૈઇતી વચ્ચે અથડામણની ઘટનાઓ બની રહી છે. હિંસાને જોતા સરકારે તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ભારતીય સેના પણ એલર્ટ મોડ પર છે. સેનાએ લોકોને રાજ્યમાં સુરક્ષાની સ્થિતિ સાથે જોડાયેલા નકલી વીડિયો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ સતત મણિપુર હિંસા પર નજર રાખી રહ્યા છે.
નકલી વિડિયોમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર હુમલાનો વીડિયો પણ સામેલ છે જેને હિંસા ભડકાવવા માટે શેર કરવામાં આવી રહ્યો છે. સેનાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર અને વેરિફાઇડ સ્ત્રોતોના સમાચારો પર વિશ્વાસ કરે. અહીં હિંસક ટોળાએ ઘણાં ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી છે. ઇમ્ફાલમાં એક ધારાસભ્ય પર પણ હુમલો થયો હતો.
ભારતીય સેનાએ ટ્વિટ કર્યું
SpearCorps.IndianArmyએ ટ્વિટ કર્યું હતું કે "મણિપુરમાં સુરક્ષાની સ્થિતિ પરનો નકલી વીડિયો જેમાં આસમ રાઈફલ્સ પોસ્ટ પરના હુમલાનો વીડિયો સામેલ છે. આ વીડિયો શત્રુતાપૂર્ણ તત્વો તરફથી શેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય સેના માત્ર સત્તાવાર અને વેરિફાઇડ સ્ત્રોતો દ્વારા જ મળેલા સમાચાર પર વિશ્વાસ કરવાની વિનંતી કરે છે.
આ સમયે રાજ્યમાં કેવી સ્થિતિ
નોંધનીય છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને આસામ રાઈફલ્સની 55 'કૉલમ' તૈનાત કરવામાં આવી છે. આર્મી અને આસામ રાઈફલ્સે ગુરૂવારે (4 મે) કાક્ચિંગ જિલ્લાના સુગનુ ખાતે ચુરાચાંદપુર અને ઈમ્ફાલ ખીણના કેટલાક વિસ્તારોમા ફ્લેગ માર્ચ કરી હતી. સ્થિતિ પર નજર રાખતા કેન્દ્ર સરકારે 'રેપિડ એક્શન ફોર્સ' (RAF) ની ઘણી ટીમોને રાજ્યમાં મોકલી છે.