Khwaja Sayyad Chishti Murder: નાસિકમાં મુસ્લિમ ધર્મ ગુરુની ગોળી મારીને હત્યા, હુમલાખોર ફરાર, તપાસમાં લાગી પોલીસ
Khwaja Sayyad Chishti Murder: 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યા બાદ ચાર અજાણ્યા શખ્સો ફોર વ્હીલર વાહનમાં ફરાર થઈ ગયા હતા.

Khwaja Sayyad Chishti Murder: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુસ્લિમ ધર્મગુરુની હત્યાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ સુફી સંત અફઘાનિસ્તાનના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યાની આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાન નાગરિક સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તેમની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પોલીસ હત્યારાઓને શોધી રહી છે.
નાસિકમાં સૂફી સંતની હત્યા શા માટે કરવામાં આવી?
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં અફઘાનિસ્તાનના એક સૂફી સંતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના યેવલા તાલુકાના ચિચોંડી MIDC વિસ્તારમાં બની છે. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. મૃતકનું નામ સૂફી ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી જણાવવામાં આવી રહ્યું છે. 4 લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હત્યા બાદ ચાર અજાણ્યા શખ્સો ફોર વ્હીલર વાહનમાં ફરાર થઈ ગયા હતા.
આર્થિક વિવાદને કારણે હત્યા થઈ ?
મહારાષ્ટ્રના નાસિકમાં સૂફી સંતની હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આર્થિક વિવાદના કારણે હત્યા થઈ હોવાની પોલીસ આશંકા છે. પ્રાથમિક માહિતી એવી છે કે સૂફી સંત ખ્વાજા સૈયદ ઝરીબ ચિશ્તી અફઘાન મૌલવી છે. પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસની ટીમ હત્યારાઓને શોધવા તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ
Gujarat Rain: ગુજરાતમાં મેઘમહેરથી છલકાયા નદી-નાળા, ક્યાંક તણાઈ બાઇક, જુઓ તસવીરો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર





















