Shraddha Walkar murder case: થર્ડ ડિગ્રીથી નહિ પરંતુ પોલીસ આ ટ્રિકથી કબૂલ કરાવી રહી છે આફતાબના ગુના
Shraddha Walkar murder case: શ્રદ્ધા વોકર હત્યા કેસમાં પોલીસ થર્ડ ડિગ્રીને બદલે બીજી ટ્રિક અપનાવી રહી છે. પોલીસની તપાસ જે રીતે ચાલી રહી છે.
Shraddha Walkar murder case:શ્રદ્ધા વોકર હત્યા કેસમાં પોલીસ થર્ડ ડિગ્રીને બદલે બીજી ટ્રિક અપનાવી રહી છે. પોલીસની તપાસ જે રીતે ચાલી રહી છે.
ભયાનક શ્રધ્ધા વોકર મર્ડર કેસમાં પોલીસ શ્રધ્ધા વોકર હત્યા કેસમાં થર્ડ ડીગ્રીને બદલે વૈજ્ઞાનિક પધ્ધતિઓ અપનાવી રહી છે. પોલીસની તપાસ જે રીતે ચાલી રહી છે તે જોઈને નિષ્ણાતો માને છે કે તેના લિવ-ઈન પાર્ટનરની હત્યાના આરોપી આફતાબ અમીન પૂનાવાલાને કોર્ટમાં 'એક પણ છટકબારી મળી શકે તેમ નથી. પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબે પોતાનો ગુનો કબૂલવો પડ્યો હતો. હવે નાર્કો ટેસ્ટથી પૂનાવાલાની છાતીમાં ધરબાયેલા તમામ રહસ્યો પણ બહાર આવશે.
શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં આરોપી આફતાબ પૂનાવાલનો નાર્કો ટેસ્ટ આજથી (1 ડિસેમ્બર)થી શરૂ થશે. અગાઉ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
દિલ્હી પોલીસે મામલાની નજીકથી તપાસ કરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની પણ રચના કરી છે. આફતાબના નિવેદનો અને તપાસમાંથી મળેલી મહત્વની કડીઓના આધારે પોલીસ ફરીથી છતરપુર અને ગુરુગ્રામના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરશે. કારણ, મૃતદેહના બાકીના ટુકડા અને મૃતદેહને કાપવા માટે વપરાયેલ હથિયાર હજુ સુધી મળી શક્યું નથી.
નવેમ્બર 29 ના રોજ, દિલ્હીની એક અદાલતે આફતાબ અમીન પૂનાવાલાના નાર્કો ટેસ્ટને રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં હાથ ધરવાની મંજૂરી આપી હતી. પૂનાવાલાના વકીલ અવિનાશ કુમારે કહ્યું હતું કે, પોલીસે આરોપીને 1 અને 5 ડિસેમ્બરે રોહિણી સ્થિત લેબોરેટરીમાં લઈ જવાની પરવાનગી માંગી હતી, જેને કોર્ટે મંજૂર કરી હતી.
આફતાબ અમીન પૂનાવાલાએ અહીં રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે હાથ ધરાયેલા પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન પોતાનો ગુનો કબૂલ કર્યો છે. એફએસએલ સાથે સંકળાયેલા સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. અનેક સત્રો બાદ મંગળવારે પોલીગ્રાફ ટેસ્ટ પુરો થયો હતો.
ફોર્સિંગટેસ્ટમાં, આરોપીએ શ્રદ્ધા વોકરની હત્યા અને તેના શરીરના ભાગોને વિવિધ સ્થળોએ નિકાલ કર્યાની કબૂલાત કરી છે.
FSL, હિણી ખાતે ક્રાઈમ સીન મેનેજમેન્ટ વિભાગના વડા સંજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 'પૂનાવાલાના નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે રોહિણીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં પહેલેથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર નાર્કો ટેસ્ટમાં લગભગ ત્રણથી ચાર દિવસનો સમય લાગશે. જણાવી દઈએ કે પૂનાવાલાના પોલીગ્રાફ ટેસ્ટના બાકીના સત્ર સોમવાર અને મંગળવારે હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, કોર્ટમાં પોલિગ્રાફ ટેસ્ટ માન્ય નથી.
તપાસ દરમિયાન, દિલ્હી પોલીસે તાજેતરમાં એક મહિલા (મિત્ર)નો સંપર્ક કર્યો જે વોકરની હત્યા બાદ પૂનાવાલાને મળી હતી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, પૂનાવાલાએ તેની મહિલા મિત્ર, એક મનોવૈજ્ઞાનિકને ઓક્ટોબરમાં બે વાર મહેરૌલી સ્થિત તેના નિવાસસ્થાને બોલાવી હતી, જ્યાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે પૂનાવાલા એક ડેટિંગ મોબાઈલ એપ્લિકેશન દ્વારા મનોવિજ્ઞાની મહિલા મિત્રના સંપર્કમાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન મહિલાએ ખુલાસો કર્યો કે તેને આ ઘટના વિશે કોઈ જાણકારી નથી. તેણે કહ્યું કે જ્યારે તે પૂનાવાલાને મળી ત્યારે તે સામાન્ય વર્તનમાં હતો. તે ક્યારેય ડરતો જોવા મળ્યો ન હતો.