શોધખોળ કરો
Advertisement
ક્રાઇમ ફાઇલઃ સનકી ડોક્ટર યુવતીએ ભાઈ-ભત્રીજીની હત્યાને મોતમાં ખપાવવા શું ઘડેલો માસ્ટર પ્લાન? જાણીનો ચોંકી જશો
પરિવાર ભાઈને વધુ મહત્વ આપતો હોય, હીનતાની લાગણી અનુભવતી બહેને ભાઈનો આખો પરિવાર પૂરો કરી નાંખવા કાવતરું ઘડ્યું હતું અને એ પ્રમાણે તેને અંજામ પણ આપી દીધો હતો.
પાટણ: ડોક્ટર યુવતીએ સગા ભાઈ અને ચૌદ મહિનાની માસૂમ ભત્રીજીની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે. પરિવાર ભાઈને વધુ મહત્વ આપતો હોય, હીનતાની લાગણી અનુભવતી બહેને ભાઈનો આખો પરિવાર પૂરો કરી નાંખવા કાવતરું ઘડ્યું હતું અને એ પ્રમાણે તેને અંજામ પણ આપી દીધો હતો. જોકે, પિતાને શંકા જતાં સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાયો છે.
સિદ્ધપુર કલ્યાણા ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા નરેન્દ્રભાઈ પટેલના પરિવારમાં જીગર, પુત્રવધૂ ભૂમિ, પૌત્રી માહી અને ડોક્ટર દીકરી કિન્નરી પટેલ છે. પરિવારમાં જીગરને વધુ મહત્વ મળતું હોય, કિન્નરી હીનતાની લાગણી અનુભવી રહી હતી. તેમજ આ લાગણી તેને એટલી ઘેરી વળી હતી કે, તેણે ભાઈના પરિવારને ખતમ કરી નાંખવાનું વિચારી લીધું હતું.
પોતે ડોક્ટર હોઇ હત્યાને મોતમાં ખપાવવા માટેનું પૂરું પ્લાનિંગ કર્યું હતું અને તેના માટે તેણે ધતુરાના ફુલના બીજ પાણીમાં ઉકાણીને ગ્લુકોઝમાં ભેળવીને તેમને પાણીની બોટલમાં ભરી ભાઈને પીવડાવવાનું ચાલું કર્યું હતું. જે પીવાને કારણે ભાઈ ગાંડા જેવા થઈ ગયા હતા. ભાઈ ગાંડા જેવો થઈ ગયા પછી પરિવારે પાટણના કલાણામાં માનતા પણ માની હતી. જે પૂરી કરવા પાંચ મેના રોજ તેવો કલાણા ગયા ત્યારે કિન્નરીએ કોઈને ખબર ન પડે તેમ ઝેરની ગોળી મોઢામાં મૂકી દીધી હતી. જેને કારણે તેનું મોત થયું હતું.
આવી જ રીતે કિન્નરીએ ભત્રીજી માહીની પણ હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, તેણે ભાભી ભૂમિને પણ ગ્લુકોઝમાં ધતૂરાના ફૂલ બીજનું પાણી પીવડાવવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન ભાઈ-ભત્રીજાના મોતને કારણે આખો પરિવાર દુઃખી હતો. બીજી તરફ કિન્નરીના ચહેરા પર આવું કોઈ દુઃખ ન દેખાતા તેના પિતા નરેન્દ્રભાઈને શંકા પડી હતી. જેથી તેમણે પોલીસને જાણ કરતાં સમગ્ર હકિકત બહાર આવી છે.
કિન્નરીએ તેના પરિવાર સમક્ષ બે હત્યાકાંડની કબુલાત કરતાં જણાવ્યું હતું કે, જીગરભાઈને હું અવાર-નવાર ધતુરાના ફુલના બીજ પાણીમાં ઉકાણીને ગ્લુકોણમાં ભેળવીને તેમને પાણીની બોટલમાં ભરી આપતી હતી. તેણે કબૂલ્યું હતું કે, કલાણા ગામે ગયેલ તે સમયે ખાટલામાં સુવડાવેલા હતા તે દરમિયાન કોઈની નજર ન પડે તી રીતે દવાની કેપ્સુલમાં ઝેરી દવા હતી, તે આપી દીધી હતી.
આવી જ રીતે માહીને પણ ઘોડિયામાં સૂતી હતી તે સમયે ઝેરી દવા તેના મોઢામાં મુકી દીધેલ હતી અને ભૂમિબેનને પણ સવારે ધતુરાના બીજનું પાણી ગ્લુકોણમાં ભેળવીને આપી હોવાનું કબૂલાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement