Palanpur : મોબાઇલની ચીલ ઝડપ કરીને ભાગતાં યુવકને લોકોએ પકડી પાડ્યો ને પછી તો.....
લોકોએ યુવકને ઝડપી મેથીપાક ચખાડયો હતો. મોબાઈલ ચોરી કરી ભાગતા યુવકને પડકી લોકોએ પોલીસના હવાલે કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાઃ પાલનપુરના કોઝી વિસ્તારમાં મોબાઈલની ચિલ ઝડપ કરતાં યુવક ઝડપાયો છે. લોકોએ યુવકને ઝડપી મેથીપાક ચખાડયો હતો. મોબાઈલ ચોરી કરી ભાગતા યુવકને પડકી લોકોએ પોલીસના હવાલે કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સુરત : કલરટેક્ષ કંપનીના માલિકના પુત્ર કુણાલ કબૂતરવાળાની ધરપકડ બાદ છુટકારો થયો છે. ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. મારામારી અને છેડતીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી. કુણાલ કબૂતરવાળાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટમાંથી આરોપીને જામીન મળ્યા છે.
કબૂતરવાલા પરિવારના પુત્રએ સુરતમાં યુવતી સાથે કર્યું ગેરવર્તન હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા. પીડિત યુવતીએ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની સાથે ઘટેલી ઘટનાની બરબરતા વર્ણવી હતી. સૈતાન બની યુવતી પર કુણાલ કબૂતરવાળા તૂટી પડ્યો હતો. કુણાલ કબૂતરવાળા પર લગાવ્યા ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું.
સુરતમાં સર્કલ રિલેશન ઓફિસર તરીકે જોબ કરતી મણિપુરની યુવતી સાથે છેડતી કરી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. કૃણાલના પિતાને ફરિયાદ કરવા બોયફ્રેન્ડ સાથે ઘરે ગઇ તો હુમલો કરાયો હતો. મોટું નામ ધરાવતી કલરટેક્ષ કંપનીના માલિક કબૂતરવાલા પરિવારના યુવકે ટપોરીઓ જેવી હરકત કરી છે. કલર ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મોટુ નામ ધરાવે છે કલરટેક્ષ કંપની.
યુવતીના મિત્ર દ્વારા કૃણાલ કબૂતરવાલા સામે ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારમારીની ફરિયાદ નોંધાઈ, જેના આધારે તપાસ શરૂ કરી છે. યુવતી સાથે ગેરવર્તન કરતા હરકતો વિડીયોમાં કેદ થઇ છે. કબૂતરવાલાએ યુવતીને રંજાડી હતી.
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં 10 ધોરણની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 38 વર્ષીય રાહુલ અંકલ નામના યુવકે દુષ્કર્મ આચર્યું છે. બિલ્ડીંગ પરના ધાબા પરની પાણીની ટાંકીનો કોક બંધ કરવા જતી વખતે એકલતાનો લાભ લઈ બળજબરી કરી હતી. 15 વર્ષીય કિશોરીએ માતાને વાત કેહતા માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસે પોક્સો અને દુસ્કર્મની ફરિયાદ નોંધી આરોપીની શોધ શરૂ કરી છે.
ડિંડોલી પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે, નવાગામ ડિંડોલીમાં રહેતા પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 15 વર્ષીય સગીરા છે, જે ધો-10માં અભ્યાસ કરે છે. ગત શનિવારે સગીરાની માતાને હાથે દુખાવો થતા માતા-પિતા બંને દવાખાને ગયા હતા. બીજી તરફ સગીરા ઘરે એકલી હતી. આ તકનો લાભ લઈ આરોપી રાહુલે સગીરાને ધાબા પર પાણીનો કોક ચાલુ કરવા ધાબા પર બોલાવી હતી. સગીરા રાહુલને કાકા માનતી હોવાથી ત્યાં ગઈ હતી. આ સમયે રાહુલે પોત પ્રકાશ્યું હતું અને તની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.
દરમિયાન માતા-પિતા દવાખાનેથી પરત ફરતાં દીકરી ગભરાયેલી જોવા મળી રહી હતી. ત્યારે માતાએ પૂછપરછ કરતાં તેણે સમગ્ર હકિકત જણાવી હતી. આથી રાહુલને પૂછતાં તેણે માંફી માંગી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સગીરાની માતાએ આરોપી સામે ફરિયાદ કરતાં આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે ગુનો નોંધી વધી તપાસ હાથ ધરી છે.