શોધખોળ કરો

Love Jihad: મહારાષ્ટ્રના મુસ્લીમ યુવકે સુરતના વેપારીની 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ, પોલીસે આવી એક્શનમાં

સુરત: રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. જેને લઈને ફરિયાદો પણ કરવામાં આવી છે.તમને જણાની દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ અંગે કાયદો પણ લાવવામાં આવ્યો છે.

સુરત: રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. જેને લઈને ફરિયાદો પણ કરવામાં આવી છે.તમને જણાની દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ અંગે કાયદો પણ લાવવામાં આવ્યો છે. હવે આજે ફરી લવ જેહાદ અને અપહરણના કિસ્સામાં મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના કાલુપુરથી મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસ્લિમ યુવકના કબ્જામાંથી 14 વર્ષીય કિશોરીને પણ મુક્ત કરાવાઈ છે. આરોપીને કાલુપુરથી સુરત લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં વેસુ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીનું નામ મુસીબ છે. તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર મુસિબ ઈન્સ્ટા આઈડી પર કટ્ટર મુસ્લિમ નામ ધરાવે છે. 

સુરત શહેરના પોષ વિસ્તાર એવા વેસુમાં લવ જેહાદની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી છે. વેપારીની 14 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે અપહરણ કર્યુ હતું. વિધર્મી યુવકે 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સુરત આવી કિશોરીને મુંબઈથી અજમેર ભગાડી ગયો હતો.

જે બાદ વેસુ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. આરોપીએ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્કાય હોટલમાં રોકાઈ કિશોરીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી મુસીબ ગેરેજમાં કામ કરે છે. આરોપી મુસીબ અને કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોપી કિશોરીને સુરતથી મુંબઈ ત્યારબાદ અજમેરમાં લઈ ગયો હતો જ્યાં મુસાફિર ખાનામાં બન્ને રોકાયા હતા.

રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ ખેરગામમાં આરોપીનું કાઢવામા આવેલા સરઘસ -વરઘોડા અંગે નિવેદન આપતા કહ્યું કે, આરોપીઓએ આ કાર્યવાહીને ચેતવણી સમજો, આનાથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, એટલુ જ નહીં કાયદાકીય કાર્યવાહી સાથે અન્ય કાર્યવાહી પણ કરાશે. આરોપીઓએ ખેરગામના એક યુવતીને ફસાવી હતી, હિન્દુ નામ ધારણ કરીને બીજે લગ્ન કરાવ્યા હતા, યુવતી ફરિયાદ કરવા માટે તૈયાર ના હતી કેમ કે યુવતી ગભરાયેલી હતી, જોકે, યુવતીને સમજાવ્યા બાદ તેને પોલીસમાં ફરિયાદ આપી અને બાદમાં આરોપી સામે કાર્યવાહી કરાઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
Embed widget