Crime News: ડૉક્ટર યુવતીને દવાના માર્કેટિંગના બહાને લઈ ગયો હોટલમાં, પીવડાવ્યો બિયર ને પછી.....
Punjab Crime News: પોલીસને આપેલી ફરિયાદમાં પંજાબની યુવતીએ જણાવ્યું કે તે એક મેડિકલ કંપનીમાં કામ કરે છે. તે ફેબ્રુઆરીમાં દવાઓનું માર્કેટિંગ કરવા હિસાર આવી હતી.
Punjab Crime News: ડૉકટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં તેમની સામે પણ વિવિધ કારણોસર પોલીસ ફરિયાદ થવા લાગી છે. પંજાબની એક યુવતીએ હિસારના જવાહર નગરમાં હોસ્પિટલ ચલાવતા ડોક્ટર અશોક યાદવ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ અંગે પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસે ડોક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસને આપેલી ફરિયાદમાં પંજાબની યુવતીએ જણાવ્યું કે તે એક મેડિકલ કંપનીમાં કામ કરે છે. તે ફેબ્રુઆરીમાં દવાઓનું માર્કેટિંગ કરવા હિસાર આવી હતી.
શું છે મામલો
યુવતી હિસારના જવાહર નગરમાં ડોક્ટર અશોક યાદવની હોસ્પિટલમાં ગઈ હતી. ત્યાં તે તેની પત્નીને મળી હતી. તેણે ડો.અશોક યાદવનો મોબાઈલ નંબર આપ્યો હતો. આ પછી ડૉ.અશોક યાદવ સાથે વાત થઈ. અશોકે કહ્યું કે હું આ જગ્યાનો હેડ છું અને હું તમારું માર્કેટિંગ કરાવીશ. ત્યાર બાદ તેણે મને 30 ઓગસ્ટે બપોરે 2:00 વાગ્યે શહેરમાં આવેલી ફ્લેમિંગો રેસ્ટોરન્ટમાં બોલાવી. જ્યાં હું ડૉક્ટર અશોક યાદવને મળી.
હોટલમાં કરાવ્યો રૂમ બુક
અશોક યાદવે તેના એક સાથીદારને ફોન પર બોલાવ્યો અને સાંજે સાડા પાંચ વાગ્યા સુધી તેની સાથે માર્કેટિંગ અંગે વાતચીત કરી. આ દરમિયાન મારા માટે હોટલમાં જ એક રૂમ બુક કરવામાં આવ્યો હતો. રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ડૉ.અશોક યાદવ મારા રૂમમાં આવ્યા. આ પછી વેઈટર પાસેથી બે બિયરની બોટલ મંગાવી.
દુષ્કર્મની સાથે અકુદરતી સંબંધ પણ બાંધ્યો
ડૉક્ટર અશોકે મને પાણી પીવડાવ્યું અને પાણી પીધા પછી હું બેહોશ થવા લાગી. આ પછી મને બળજબરીથી બિયર પીવડાવ્યો અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યું. આ ઉપરાંત તેણે અકુદરતી સંબંધ પણ બાંધ્યો હતો. મોડી રાત્રે જ્યારે હું ભાનમાં આવી ત્યારે મેં મારા મિત્રને ફોન કર્યો અને ઘરે આવી. ત્યારથી મને સતત ફોન કરીને હેરાન કરવામાં આવે છે. આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં તબીબ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ
વાયરલ થઈ કંપનીની ઓફર, રિઝાઇન બાદ 6 સપ્તાહનો નોટિસ પીરિયડ આપો અને પગારમાં 10 ટકાનો વધારો લો
મોદી સરકારે ખેડૂતોને આપી મોટી રાહત, જાણો લાભાર્થીઓને શું થશે ફાયદો