હારૂન પાલેજાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વકીલો ત્વરિત ન્યાયની માંગણી સાથે હડતાળ પર ઉતર્યાં
જામનગરનો બેડી વિસ્તારમાં એ સમયે સનસની મચી ગઇ છે. જ્યારે કોંગ્રેસ નેતા અને વ્યવસાયે વકીલને જાહેરમાં મોતના ઘાટ ઉતારવામાં આવ્યાં. વકીલ આલમમાં આ ઘટનાને લઇને રોષ જોવા મળી રહ્યો છે
Jamanagar News: જામનગરના જાણીતા વકીલ હારુન પલેજાની ગઇ કાલે હત્યા બાદ વકીલ આલમમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. જામનગરમાં હારૂન પાલેજાની હત્યાને લઈ વકીલોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે કોર્ટ કાર્યવાહીથી તમામ વકીલો અળગા રહેશે. કુખ્યાત સાયચા ગેંગના 15 શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. જામનગરના વકીલ હારુન પલેજાની હત્યાના ઘેરા પત્યાઘાત પડ્યાં છે. જામનગર વકીલ મંડળના તમામ વકીલો કોર્ટ પરિસરમાં એકત્ર થયા હતા.આજે તમામ વકીલો કામગીરીથી અળગા રહેશે. હારુન પલેજાના હત્યારાઓને કડકમાં કડક સજા અને વકીલોના રક્ષણ માટે અલગ કાયદાની પણ વકીલ મંડળે માંગણી કરી છે. મૃતક વકીલના ભત્રીજાએ જામનગરની કુખ્યાત સાયચા ગેંગ સહિતના 15 સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક હારુન પલેજા એક શિક્ષિકા આત્મહત્યા કેસમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે કામગીર કરતા હતા અને થોડા સમય પૂર્વે તેમને કેસ પાછો ખેચી લેવા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.ધમકી બાદ ગઈકાલે સાયચા ગેંગના 8 શખ્સોએ વકીલની હત્યા કરી હતી..યસાયચા ગેંગના 12 ઈસમો ઉપરાંત રજાક સોપારી સહીત કુલ 15 સામે રાયોટીંગ, કાવતરું, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે..થોડા વર્ષો અગાઉ ટાઉનહોલ નજીક કિરીટ જોશી નામના વકીલની પણ હત્યા થઇ હતી..વકીલની બીજી હત્યાના બનાવથી વકીલ આલમમાં ભારે રોષ છે.
શું છે સમગ્ર ઘટના
જામનગરનો બેડી વિસ્તારમાં એ સમયે સનસની મચી ગઇ છે. જ્યારે કોંગ્રેસ નેતા અને વ્યવસાયે વકીલને જાહેરમાં મોતના ઘાટ ઉતારવામાં આવ્યાં. હારૂન પાલેજા બેડી વિસ્તારમાં બાઈક પરથી પસાર થતા હતા.આ સમયે 10થી વધુ શખ્સો તિક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હારૂન પાલેજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. હત્યાના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજે જામનગર વકીલ મંડળના તમામ સભ્યો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે... એકપણ વકીલ કેસ નહીં લડે.વકીલ મંડળે આ સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે,જ્યાં સુધી ગુનેગારોને પકડી જો હત્યારાને સજા નહીં ફટકારવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.આજે સવારે સાડા 10 વાગ્યે વકીલ મંડળના સભ્યો કોર્ટ કમ્પાઉન્ડમાં હાજર રહી વિરોધ વ્યક્ત કરશે..જામનગરમાં વકીલાત કરતા અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હારૂન પાલેજા હાલ સિક્કા નગરપાલિકાના પ્રભારી તરીકે કાર્યરત હતા.જ્યારે તેમના ભત્રીજા નુરમામદ પાલેજા હાલ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે કાર્યરત છે...જામનગરમાં વકીલની હત્યાની આ પ્રથમ ઘટના નથી.... આજથી છ વર્ષ પહેલા વર્ષ 2018માં જાણીતા વકીલ કિરીટ જોશીની જયેશ પટેલના સાગરિતોએ જાહેરમાં હત્યા કરી હતી...