(Source: ECI/ABP News/ABP Majha)
Shradha Murder Case: સાકેત કોર્ટે આપી દિલ્હી પોલીસને પરમિશન, હવે હત્યાનું રહસ્ય ખોલશે આફતાબ
Crime News: આફતાબની ધરપકડ બાદ શ્રદ્ધાના મોતને લઈને અલગ-અલગ દાવા અને નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીની સાકેત કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટની મંજૂરી આપી છે.
Delhi Crime News: દિલ્હીની સાકેત કોર્ટે શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસને આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. હવે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં હત્યાના આરોપી આફતાબનો નાર્કો ટેસ્ટ કરશે. દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં નાર્કો ટેસ્ટની પરવાનગી માટે અરજી કરી હતી. આફતાબ સતત કેસની તપાસને ઉંધી દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.
દિલ્હીની સાકેત કોર્ટે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી
પોલીસે કહ્યું કે તે શ્રદ્ધાના મોબાઈલ અને હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી કરવત વિશે સાચી માહિતી આપી રહ્યો નથી. ક્યારેક મહારાષ્ટ્રમાં તો ક્યારેક દિલ્હીમાં મોબાઈલ ફેંકવાની વાત કરે છે. અત્યાર સુધી તેણે હથિયાર વિશે કોઈ માહિતી આપી નથી. હવે પોલીસ નાર્કો ટેસ્ટ દ્વારા કેસના જડમૂળ સુધી પહોંચશે. અગાઉ પોલીસ આફતાબને એ જ જંગલમાં લઈ ગઈ હતી જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંક્યા હતા.
પોલીસ મનોચિકિત્સકની મદદ કેમ લઈ રહી છે?
દિલ્હી પોલીસનું કહેવું છે કે આફતાબની પૂછપરછ માટે મનોચિકિત્સકની મદદ લેવામાં આવી રહી છે. જે રીતે તેણે હત્યાને અંજામ આપ્યો અને મૃતદેહના 35 ટુકડા કર્યા, પોલીસને લાગે છે કે તેની માનસિક સ્થિતિ સારી નથી. તેથી જ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તેની માનસિક સ્થિતિ સમજવા માટે એક મનોચિકિત્સક પણ પોલીસ ટીમ સાથે છે.
મિત્રની આશંકા બાદ નોંધવામાં આવ્યો હતો કેસ
12 ઓક્ટોબરે પાલઘર પોલીસની સામે માનિકપુર પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા વાલકરના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. શ્રદ્ધાના બાળપણના મિત્ર લક્ષ્મણે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરને કહ્યું હતું કે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી તેમની પુત્રીના સંપર્કમાં નથી અને કોઈ અઘટિત ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. આ પછી શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ લાશને આ રીતે લગાવી ઠેકાણે
દિલ્હીમાં પોતાની લિવ ઇન પાર્ટનરની હત્યા કરનાર અને લાશના ટુકડા કરી ફેકવાનાર આરોપી આફતાબ અમીન પુનાવાલાને અત્યાર સુધી ઘણી બાબતો સામે આવી છે. આ પહેલા પોલીસ તેને છતરપુરના જંગલોમાં લઇ ગઈ હતી. જ્યાં આરોપીએ પ્રેમિકાની હત્યા બાદ તેની લાશના 35 ટુકડા ફેક્યા હતા. પૂનાવાલા પર આરોપ છે કે આશરે ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મહરોલીમાં પોતાના ઘરમાં 300 લીટરના ફ્રીજમાં શ્રદ્ધાની લાશના ટુકડા સાચવ્યા હતા. અને ધીમે ધીમે તેણે ઠેકાણે પાડ્યા હતા.
Shraddha murder case: Delhi Police planning to conduct Aftab's psycho-assessment test
— ANI Digital (@ani_digital) November 16, 2022
Read @ANI Story | https://t.co/IRPYEFtHtj#ShraddhaWalkar #Shraddhamurdercase #AftabAminPoonawala #AftabPoonawalla #DelhiPolice pic.twitter.com/sMKCjVO5ei