Crime News: ભાવનગરમાં રિસામણે ગયેલી પત્ની પરત ન આવતા પતિએ સસરાની કરી નાખી હત્યા
Crime News: ભાવનગરનાં મહુવા તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જમાઈએ જ સસરાની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. રાજુલાના કુંભારીયા ગામનો જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણએ સસરાની હત્યા કરી નાખી છે.
Crime News: ભાવનગરનાં મહુવા તાલુકામાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જમાઈએ જ સસરાની હત્યા કરી નાખતા અરેરાટી મચી ગઈ છે. રાજુલાના કુંભારીયા ગામનો જમાઈ તુલસી ખીમાભાઈ ચૌહાણએ સસરાની હત્યા કરી નાખી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પતિ-પત્ની વડાળ ગામથી મહુવા તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન છકરડા પાસે જમાઈએ બાઈક લઈને આવેલા સસરાને પાઇપ મારી પછાડી દઈ છરીના ચારથી પાંચ ઘા ઝિંકી પતાવી દીધા હતા.
જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા સનાભાઇ ચીથરભાઈ દાઠીયા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવનું કારણ દિકરી પાંચ છ દિવસથી રિસામણે હતી જેને પરત નહિ મોકલતા બનવા બન્યો હોવાનું સામે આવ્યું છે. હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
અમદાવાદમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના ઓઢવમાં 14 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ઓઢવ ખાતે રબારી વસાહતમાં 14 વર્ષીય કિશોરની હત્યાની ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની હત્યા કરી છે. હવે આ મામલે ઓઢવ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. જો કે, આ હત્યા ક્યા કારણે કરવામાં આવી તેની માહિતી સામે આવી નથી. અંગત અદાવતમાં કિશોરની હત્યા કરવામા આવી હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદમાંથી એક ચોંકાવારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનુ કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા, જોકે, બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.
હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ
મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.