(Source: ECI/ABP News/ABP Majha)
Surat: લીફ્ટમાં 15 વર્ષની કિશોરી સાથે એન્જીનિયર યુવકે કરી અશ્લીલ હરકતો, CCTV તપાસ બાદ થઈ કાર્યવાહી
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બિલ્ડીંગની લિફ્ટમાં જતી 15 વર્ષની કિશોરી સાથે 27 વર્ષના એન્જીનિયર યુવકે અશ્લીલ હરકતો કરી હતી.
Surat: સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બિલ્ડીંગની લિફ્ટમાં જતી 15 વર્ષની કિશોરી સાથે 27 વર્ષના એન્જીનિયર યુવકે અશ્લીલ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટના લીફ્ટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કૈદ થઈ હતી. આ ઘટના અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયા બાદ પોલીસે છેડતી કરનારા યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.
કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકિકત તેના માતા-પિતાને જણાવી:
અડાજણ વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની લીફ્ટમાં 27 વર્ષીય યુવક દ્વારા કિશોરી સામે અશ્લીલ હરકતો કરી છેડતી કરી હતી. યુવક દ્વારા કરાયેલી આ ગંદી હરકતોથી કિશોરી ડરી ગઈ હતી. આ 15 વર્ષીય કિશોરીએ રડતાં રડતાં સમગ્ર હકિકત તેના માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી કિશોરનીના માતા-પિતા યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે, લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લીફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા.
પોલીસે છેડતી કરનારા યુવકની ધરપકડ કરી:
લીફ્ટના સીસીટીવી ચેક કરતાંની સાથે જ યુવકે કરેલી અશ્લીલ હરકતોનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને યુવકની તમામ હરકત સીસીટીવીથી સામે આવી ગઈ હતી. યુવકની અશ્લીલતાના પૂરાવા સાથે કિશોરની માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયા હતાં. પોલીસે આ વિકૃત એન્જીનિયર યુવક સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ વિકૃત યુવક સાગર પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Surat News : 'મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે'
સુરતઃ ક્રાઈમની સિરિયલ જોઈ પતિનો પત્ની પર અત્યાચાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અઠવા ઝોન ના કોર્ટ વિસ્તારની ઘટના છે. પરણીતાએ તેના પતિ સામે ગંભીર આક્ષેપ કરતી ફરિયાદ કરી છે. પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતં કે, મારો પતિ TVનો અવાજ વધારી મોઢામાં વેલણ નાંખી ઢોરમાર મારે છે.
જો કે મામલો પોલીસ મથકે પહોંચતા સજાના ડરે પતિએ આપઘાત કરી લીધો છે. પત્નીને મારી પોતે પણ મરી જશે જેવી ધમકી આપી પતિએ આપઘાત કર્યો. નયતાબેનને પિયરમાં મોકલાતા જીવ બચી ગયો. ઘરેલુ હિંસાના કેસોમાં એક અલગ પ્રકારનો કેસ આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.