શોધખોળ કરો

Surat: પ્રેમી ઘરમાં જ મહિલા સાથે માણતો શરીર સુખ ને મારઝૂડ કરતો, યુવક માતાના પ્રેમીને ફરવા લઈ ગયો બહાર ને.....

યુવકે પોતાની માતા સાથે શરીર સંબંધ ધરાવતા પુરૂષને મજા કરવાના બહાને લઈ જઈને મિત્રો સાથે મળીને હત્યા કરી નાંખી હતી.

સુરતઃ યુવકે પોતાની માતા સાથે શરીર સંબંધ ધરાવતા પુરૂષને મજા કરવાના બહાને લઈ જઈને મિત્રો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. વર્ષ 2014માં બનેલી આ ઘટનામાં ફરાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.

આ ઘટનામાં જે પુરૂષને માતા સાથે  આડાસંબંધ હતા તે પુરૂષ ઘરમાં જ આવીને માતા સાથે શરીર સુખ માણતો હતો. સાથે સાથે ઘરમાં બધા પર ત્રાસ ગુજારતો હતો. આ બધાથી કંટાળેલો યુવક માતાના પ્રેમીને  ફરવા અને મોજશોખ કરવાની લાલચ આપી મહારાષ્ટ્રના અમલનેર લઈ ગયો હતો અને  ત્યાં હત્યા કરી નાંખી હતી. ત્યારથી ફરાર આ  હત્યારાને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી મહારાષ્ટ્રની અમલનેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વર્ષ 2014ના ચકચારી અને નહીં ઉકેલાયેલા મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢી 2014થી નાસતા ફરતા હત્યારા વાલ્મીક ઉર્ફે આબા રમેશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, પોતે માતા અને બહેન સાથે પાંડેસરા મરાઠા નગરમાં રહેતો હતો ત્યારે તેની માતા જીઆઈડીસી મિલમાં મજુરી કરતી હતી.  તે સમયે ગધાનગર ઝુપડપટ્ટીમાં રહેતા અશોક યાદવ સાથે પ્રેમ સંબંધ થયો હતો અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાયા હતા.

અશોક યાદવ તેમના ઘરે આવી માતા સાથે શરીર સુખ માણતો હતો. યાદવ માતા  પર શંકા-વહેમ રાખી મારઝૂડ કરતો હતો. ઘરનાં સભ્યો વચ્ચે પડતા તો  ઘરના સભ્યોને પણ અશોક યાદવ ત્રાસ આપતો હતો.

આ બધાથી કંટાલેલા વાલ્મીક ઉર્ફે આબા પોતાના મિત્રો પિન્ટીયો અને ટકલીયો સાથે મળી અશોક યાદવને ફરવા અને મોજશોખ કરવા જવાનું કહી મહારાષ્ટ્રના અમલનેર ખાતે લઈ ગયા હતા. અમલનેર ખાતે અશોક યાદવે વાલ્મીક ચૌધરી તથા તેના મિત્રો પિન્ટીયો તથા ટકલીયાને ગાળો આપતા ત્રણેયે અશોક યાદવ સાથે ઝઘડો કરી રેલ્વે સ્ટેશનથી દુર મંગલગૃહ મંદિર પાસે લઈ જઈ પથ્થરો મારી તેની હત્યા કરી નાંખી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે આઠ વર્ષથી હત્યા કરી નાસ્તા ફરતા હત્યારાને ઝડપી પાડી તેનો કબ્જો મહારાષ્ટ્ર જલગાંવની અમલનેર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 
Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ફટાકડા લવર્સને લાગશે ઝટકો, આ દિવાળી પર 20% સુધી મોંઘા મળશે ફટાકડા
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
ગાંધીનગર મનપાના મેયરને લઇને મંથન, આ સાત નામ પર ચર્ચા, 4 નામ રેસમાં આગળ
Embed widget