શોધખોળ કરો

Surat crime: ગુજરાતમાં 20 કરતા વધુ ગુનાને અંજામ આપી 10 વર્ષથી ફરાર આરોપીની પોલીસે જાણો ક્યાંથી કરી ધરપકડ

છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે.

સુરત: ગુજરાતના અલગ-અલગ શહેરોમાંથી 20 કરતા વધારે ગુનાને અંજામ આપી ફરાર વોન્ટેડ આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. છેલ્લા 10 વર્ષથી ભાગતા ફરતા બિશ્નોઇ ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે તેલંગાણાના ખમ્મામથી ઝડપી પાડ્યો છે. આરોપી સામે સુરતમાં 12, અમદાવાદમાં 5 અને ગાંધીનગરમાં 3 ગુનાઓ નોંધાયા છે. 

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને આ ડ્રાઈવ અંર્તગત અત્યાર સુધીમાં અનેક આરોપીને પકડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના અલગ-અલગ શહેરોમાં બોલેરો, આઇસર જેવા મોટા વાહનોની ચોરી કરતી આંતર રાજ્ય બીશ્નોઇ ગેંગના સાગરીતને તેલંગાણાથી ઝડપી પાડ્યો છે. આ ઇસમનું નામ રમેશ બીશ્નોઇ છે અને તે ગુજરાતના 20 જેટલા ગુનાઓમાં વોન્ટેડ હતો. 

આરોપી મૂળ રાજસ્થાનનો હતો પરંતુ ત્યાં પોલીસ તપાસ કરવા જતી હતી તેથી તે ત્યાંથી ભાગી ગયો હતો અને તેલંગાના ખમ્મામમાં છુપાઈને ફર્નિચરની દુકાન ચલાવતો હતો ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણામાં જઈને ગ્રાહક બની આરોપી રમેશ બીશ્નોઈની ધરપકડ કરી છે. રમેશ બીશ્નોઈની પૂછપરછ માં સામે આવ્યું હતું કે, 11 જાન્યુઆરી 2018ના રોજ અમદાવાદ પોલીસ પર અડાલજ ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું અને એક પોલીસ અધિકારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે જે તે સમયે રમેશ રુગનાથ બીશ્નોઈ, નારાયણલાલ બીશ્નોઈ અને નરેશકુમાર બીશ્નોઈ પોલીસના હાથે ઝડપાયા હતા અને રમેશ બીશ્નોઈ રાત્રિના અંધકારનો લાભ લઇ પોલીસથી બચીને ભાગી ગયો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પરથી બોલેરોની ચોરી કરતી હતી અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અલગ અલગ શહેરોમાં જઈ તેઓ આ બોલેરો વેચી દેતા હતા. તેમજ કેટલાક બોલેરોમાં અફીણ અને ઇંગ્લિશ દારૂ જેવા માદક પદાર્થોની હેરાફેરી કરતા હતા.

આરોપી રમેશ બીશ્નોઈ સામે સુરતના કાપોદ્રા, લિંબાયત, ઉધના, ખટોદરા અને કતારગામ પોલીસ સ્ટેશનમાં 12 ગુનાઓ નોંધાયા છે. તો અમદાવાદના રખિયાલ, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 5 ગુના નોંધાયા છે. તેમજ ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે. આ 20 ગુનાઓમાં આરોપી સામે મોટાભાગના ગુના વાહન ચોરીના નોંધાયા છે. તો અડાલજ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી પર ગાડી ચઢાવી દેવા અને ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો નોંધાયો છે.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Embed widget