(Source: ECI/ABP News/ABP Majha)
Surat Crime : સ્પામાં પોલીસે અચાનક પાડી રેડ, લલના અને ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાયા
શહેરના રિંગ રોડ પર આવેલા સ્પામાં પોલીસે રેડ પાડતાં સાત લલના, સંચાલક અને ગ્રાહક મળી નવ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગ્રાહક અને એક લલના રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા.
સુરતઃ શહેરના રિંગ રોડ પર આવેલા સ્પામાં પોલીસે રેડ પાડતાં સાત લલના, સંચાલક અને ગ્રાહક મળી નવ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગ્રાહક અને એક લલના રૂમમાંથી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. સ્પાની આડમાં ચાલતાં કૂટણખાનાનો પર્દાફાશ થતાં સાત લલના, સંચાલક સહિત નવ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, શહેરના રિંગ રોડ પર આવેલા ન્યુ સ્પા ઇન્ડિયા સ્પાની આડમાં પ્રોસ્ટિટ્યૂટ રેકેટ ધમધમી રહ્યું હતું. સુરત પોલીસ કંટ્રોલને આ અંગે મેસેજ મળતા અઠવાલાઇન્સ પોલીસે સ્પામાં દરોડા પાડ્યા હતા. જ્યાં સ્પા સંચાલક અર્જૂન લક્ષ્મણભાઈ શર્મા (ઉ.વ 19 રહે. ખોડીયારનગર, ભટાર)ની અટક કરી સર્ચ કરવામાં આવ્યું હતું.
સર્ચમાં દુકાનોમાં અલગ અલગ રૂમ બનાવેલા હતા. જ્યાં તપાસ કરતાં એક રૂમમાંથી ગ્રાહક અને એક લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. અન્ય રૂમમાં તપાસ કરતાં અલગ અલગ રાજ્યોની કુલ 7 લલના મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને રોકડ તેમજ કોન્ડમના પેકેટ પણ મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી તમામની ધરપકડ કરી લીધી છે.
Surat: પત્ની રિસામણે જતા પતિએ કરી આત્મહત્યા, દોઢ વર્ષ અગાઉ કર્યા હતા પ્રેમ લગ્ન
સુરતમાં પત્ની રિસામણે જતા પતિએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ડિંડોલી વિસ્તારમાં પત્ની રિસામણે જતા પતિએ માનસિક તણાવમાં આત્મહત્યા કર્યાની ઘટના બની હતી. ડિંડોલી વિસ્તારમાં રહેતા આકાશ પટેલ નામના યુવકે દોઢ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.
જે બાદ ઘર કંકાસ શરૂ થતા પત્નીએ ઘર છોડ્યુ હતુ અને પિયર જતી રહી હતી. ત્યારબાદ માનસિક તણાવના કારણે યુવકે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેના આધારે યુવકે માનસિક તણાવમાં આત્મહત્યાનું પગલું ભર્યાનું સામે આવ્યુ છે. સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે અંકિતા તને જોવા માટે હું તડપું છું. મારી ભૂલના કારણે તને ગુમાવી છે. હવે હું જીવવા માંગતો નથી.
સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે મોડી રાત્રે સુરતના બારડોલીમા ધુલિયા ચોકડી પાસે બાલાજી વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે 11 જેટલા ટ્રક બળીને ખાખ થઇ ગયા હતા. આગના કારણે ગોડાઉનમાં રાખેલો માલ સામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં મોટા પ્રમાણમાં નુકસાનનો અંદાજ છે.
Surat: વ્યાજખોરો સામે સુરત પોલીસ કમિશનરે કરી લાલ આંખ, 28 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરતા ખળભળાટ
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન-05 વિસ્તારના ગેરકાયદેસર વ્યાજખોરો વિરુધ્ધ પોલીસનું હલ્લાબોલ કરી એક જ દિવસમાં 28 ગુના દાખલ કરી 28 વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સુરત શહેરમાં રાજખોરીનું દુષણ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી ગયું છે અને તેના કારણે ઘણા કિસ્સાઓમાં લોકો પોતાનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી. જેમાં ગેરકાયદે વ્યાજખોરી કરતા વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેર કાયદેસર વ્યાજની પ્રવૃત્તિઓથી કેટલીક વાર સમાજમાં નિર્દોષ લોકો આત્મહત્યા કરવા સુધી પ્રેરાતા હોવાના બનાવો બનતા હોય છે. આવા સમયે કેટલીકવાર આખુ કુટુંબ આ પરિસ્થિતિનો ભોગ બનતો હોય છે.