Triple Murder: વઢવાણમાં રસ્તા પર ચાલવા બાબતે ત્રિપલ મર્ડરથી સનસનાટી, જાણો વિગત
Crime News: ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
Surendranagar: વઢવાણના ફુલગ્રામ ગામે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે. રસ્તા પર ચાલવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પિતા, પુત્ર અને પુત્રવધુની હત્યા કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મૃતદેહોનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ખેલાયો લોહીયાળ ખેલ
ફુલગ્રામમાં રહેતા હમીરભાઇ કેહરભાઇ મેમકીયાને ગામના જ રહેવાસી ભગા નાગજીભાઇ (રહે. મુળ મોરવાડ, હાલ ફુલગ્રામ) સાથે રસ્તે ચાલવા બાબતે માથાકુટ ચાલતી હતી.આ નજીવી બાબતે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતું અને બાદમાં લોહીયાળ ખેલ ખેલાયો હતો. જેમાં હમીરભાઇ, તેના પુત્ર અને પુત્રવધુની હત્યા નિપજાવવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
આ બનાવના પગલે જોરાવરનગર પોલીસ, જિલ્લા એલસીબીની ટીમ, એસઓજીની ટીમો, સુરેન્દ્રનગર જીલ્લા એસપી, ડીવાયએસપી, પીઆઇ સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો.
સુરતમાં પરિણીતાએ ગળાફાંસો ખાધો
સુરત શહેરના ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ડભોલી રોડ ઘનશ્યામ નગર સોસાયટીમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મહિલાની ઉંમર 46 વર્ષ હોવાનું સામે આવ્યું છે. ડભોલી સિંગણપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગત મુજબ, ફાંસો ખાવાનું પ્રાથમિક કારણ મહિલા ખેંચની બીમારીથી પીડાતી હોવાનું સામે આવ્યું છે. મહિલાની ખેંચની સારવાર પણ ચાલતી હતી. ડભોલી સિંગણપોર પોલીસે બોડીને પોસ્ટમાર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનિયર કલાર્કની રદ થયેલી પરીક્ષા ક્યારે યોજાશે ? જાણો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેને શું કરી મોટી જાહેરાત
જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. જે બાદ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ પોલીસ આવાસના એમડી તરીકે કાર્યરત આઈપીએસ હસમુખ પટેલે સોમવાર ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું, મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.