શોધખોળ કરો

Navasari:ઘરેથી સ્કૂટી લઇને નીકળેલી 17 વર્ષીય યુવતીનો સવારે તળાવમાંથી મળ્યો મૃતદેહ, જાણો શું છે સમગ્ર ઘટના

નવસારીના વાડા ગામે 17 વર્ષીય સગીરાનો તળાવમાંથી મૃતદેહ મળી ચકચાર મચી, શું છે સમગ્ર ઘટના જાણીએ.

Crime News:નવસારીના વાડા ગામે 17 વર્ષીય સગીરાનો તળાવમાંથી મૃતદેહ મળી ચકચાર મચી, શું છે સમગ્ર ઘટના જાણીએ.

નવસારીના વાડા ગામે 17 વર્ષીય સગીરાનો તળાવમાંથી મૃતદેહ મળી ચકચાર મચી ગઇ, સમગ્ર ઘટના વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ સગીર મોડી રાત્રે ઘરે આવતી હોવાથી પરિવારના લોકોએ તેને ઠપકો આપ્યો હતો. આ ઘટનાથી પરેશાન થયેલી સગીરા ઘરેથી ટૂ વ્હીલથી લઇને નીકળી ગઇ, સવારે તળાવ પાસે ટૂવ્હિલર મળી આવતા આખરે તપાસ શરૂ કરી હતી. તળાવમાં પણ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તળાવમાંથી જ સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગણદેવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Amreli: પોલીસ જાપ્તામાંથી દુષ્કર્મનો આરોપી ફરાર થતા કાર્યવાહી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

અમરેલીના રાજુલામાં કોર્ટ મુદતમાં લવાયેલો દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મળતી જાણકારી અનુસાર, બે દિવસ અગાઉ રાજુલા કોર્ટમાં હાજરી આપવા આવેલો એક કેદી હોટલમાં જમવા ગયો હતો. આ સમયે હાથમાં પહેરેલી હાથકડી કાઢી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. અમરેલી SP હિમકર સિંહ દ્ધારા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે. 

અમરેલી સબ જેલમાંથી તેને પોલીસ જાપ્તા સાથે રાજુલા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યો હતો. હોટલમાં જમ્યા બાદ હાથકડી કાઢી આરોપી સવજી ઉર્ફે સંજય ગુજરીયા ફરાર થઈ ગયો હતો.

આરોપી ફરાર થવાના કેસમાં અમરેલીના જિલ્લા પોલીસવડાએ પોલીસ જાપ્તાના ત્રણેય પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા. પોલીસ કર્મચારી મનુભાઈ વાઘેલા, ડાયાભાઈ પરમાર, હિમાલયભાઈ કાલાવડિયાને જિલ્લા પોલીસવડા હિમકંરસિંહે સસ્પેન્ડ કરી દીધા છે.

Crime News: 68 વર્ષીય ઉદ્યોગપતિ યુવતી સાથે રંગરેલીયા કરવાના ચક્કરમાં હનીટ્રેપમા ફસાયો, ઠગ ટોળકીએ 2.70 કરોડ રૂપિયા પડાવ્યા

અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ઉદ્યોગપતિ હનીટ્રેપમાં ફસાયો હતો. મળતી જાણકારી અનુસાર, 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાયરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.

ઉદ્યોગપતિની ફરિયાદ મુજબ રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ કરવાની ઓફર કરી હતી. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો

બાદમાં આ વીડિયોના આધારે વૃદ્ધને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરાયુ હતું. આરોપીઓએ ઉદ્યોગપતિને કહ્યુ હતું કે વીડિયો વાયરલ થવાના ડરથી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મરી ગઈ છે. યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ચાર મહિનામાં ટુકડે ટુકડે 2 કરોડ 70 લાખની રકમ પડાવી હતી. બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
China New Virus Outbreak: કોરોનાના પાંચ વર્ષ બાદ ચીનમાં હવે નવા વાયરસે મચાવી તબાહી, હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Embed widget