શોધખોળ કરો
વલસાડઃ યુવતીએ રૂમમાંથી ફેંકેલી ચિઠ્ઠીમાં લખ્યું, યે લોગ મુઝ પર રેપ કર રહે હૈં, પોલીસે છોડાવતાં આવ્યો શું વળાંક ?
1/9

ઉમરગામ: ખતલવાડા ગામે યુવતીને નોકરીને બહાને બોલાવી ફ્લેટમાં બંધક બનાવી ત્રણ યુવકો બળાત્કાર ગુજારતાં હોવાની એક ચીઠ્ઠી સ્થાનિકોને મળતાં ખળભળાટ મચી ગયો હતો. ચીઠ્ઠીની ગંભીરતાં જોઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં યુવતીએ બળાત્કાર થયો હોવાનું જણાવતાં ત્રણેય યુવકો અને યુવતીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. જોકે, આ યુવતી આ ત્રણેય યુવકો સાથે પરત ફરતાં ભારે ચકચાર જાગી છે.
2/9

હાલ, પીડિતા અને યુવકોના સમાધાનને લઈને ભારે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તેમના સમાધાનને લઈને કેટલાક વીડિયો અને ફોટા પણ વાયરલ કરાય છે. આ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. સાધુએ જણાવ્યું હતું કે, ઘટના સામાન્ય છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય ઘરેલુ વિવાદ થયેલો હતો. કોઈ જ ફરિયાદ લેવામાં આવી નથી. બંને વચ્ચે છેવટે સમાધાન થઈ ગયું હતું.
Published at : 04 Jun 2018 10:15 AM (IST)
View More




















