સુરત અમરોલીમાં ચોથા માળી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇનો મોત, જાણો શું છે સમગ્ર ઘટના
સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ....
Surat News : સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ....
સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ.
સુરતના અમરોલીમાં ચાર માળની બિલ્ડિંગની ટેરેસ પર હવા ખાવા માટે બંને પિતરાઇ ભાઇઓ ગયા હતા, અહીં બંને ટહેલતા હતા. બાદ બંને ટેરેસી પાળી પર બેસીને વાતો કરતા હતા. પરંતુ બંને આ સમયે જ અચાનક શું થયું કે બંને નીચે પટકાતા એક ભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર તે ઘવાતા તેને હોસ્પિટલ તાબડતોબ દાખલ કરવામાં આવ્યાં હતા પરંતુ દુર્ભાગ્યવશ બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું.
આ ઘટનામાં શું બન્યું કે બંને અચાનક નીચે પટકાયા તે વિશે હજું સુધી કોઇ નક્કર માહિતી નથી મળી, હાલ આ ઘટનાના પગલે પોલીસે અકસ્માતથી મોતની નોંધીને તપાસ શરૂ કરી છે.
Crime News: પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતાં પતિને કાંટો કાઢવા પ્રેમી સાથે મળી કર્યું આવું કારનામું, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
Surat Crime News: સુરતના જહાંગીરપુરામાં પતિનો કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પ્રેમીને બોલી પતિને ગળા પર કટર ફેરવી પત્નીએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પતિને સમયસર સારવાર મળી જતાં બચાવ થયો હતો. જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે.
શું છે મામલો
સુરતના રાંદેર-અંબિક નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતાં પુરુષને ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યે જહાંગીરપુરા, વૈષ્ણોદેવી સ્કાય પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં બોલાવી પત્નીએ પ્રેમી સાથે મળી કટરના બે ઘા મારી ગળું ચીરી નાંખવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક લોહીલુહાણ થઈ જશે તેમ માની પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો.