CRIME NEWS : વેરાવળ RFOએ ફોરેસ્ટ કચેરી અને ક્વાર્ટરમાં મહિલા પર 25 વાર બળાત્કાર કર્યાના ગંભીર આક્ષેપ
Veraval News : સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે.
Veraval : ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાતા વનવિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સુત્રાપાડાની એક પરણીતાએ નોંધાવી ફરિયાદ વેરાવળના રેંજ ફોરેસ્ટ ઓફિસર હરેશ ગલચર પર અનેક વાર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો છે. મહિલાએ ત્યાં સુધી ગંભીર આક્ષેપો કર્યા કે RFO હરેશ ગલચરે વેરાવળ ફોરેસ્ટ ઓફીસ તેમજ ફોરેસ્ટ ક્વાર્ટરમાં બોલાવી તેના પર અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે ગુન્હામાં મદદગારી કરનાર દાનીશ પંજા અને રાજ ગલચર વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. RFO હરેશ ગલચર વિરુદ્ધ ગુન્હો નોંધાતા વન વિભાગ માં ખળભળાટ મચી ગયો છે.
મહિલા પર બળાત્કાર 25 વાર ગુજાર્યાના આરોપ
વેરાવળ પોલીસ સ્ટેશનમાં સુત્રાપાડાના એક ગામની પરણીતાએ વેરાવળ રેંજ ફોરેસ્ટ ઓફિસર પર બળાત્કારના ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે ગીર સોમનાથ જિલ્લા એ.એસ.પી. ઓમપ્રકાશ જાટ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવેલ કે, આ ઘટનાની પીડિત મહિલાના સંબંધી ગેરકાયદે લાયનશોમાં પકડાયેલ જેને છોડાવવા પીડિતા તેના પતિ સાથે RFO હરેશ ગલચર ને મળ્યા હતા.
સંપર્કમાં આવેલ પીડિતાના મોબાઈલ નંબર મેળવી તેને મદદની લાલચ આપી શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પીડિતાના કહેવા મુજબધાકધમકી આપી ફોરેસ્ટ ક્વાર્ટર અને કચેરીમાં 25 વખત બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
મહિલાના પતિ અને પુત્રને મારી નાખવાની ધમકી આપી
પીડિતાના કહેવા મુજબ આરોપી RFO હરેશ ગલચર દ્વારા તેમના પતિ અને સંતાનને મારી નાખવાની તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપવામાં આવતી.એ.એસ.પી. ઓમપ્રકાશ જાટે વધુમાં જણાવેલ કે, પીડિતા દ્વારા થોડા સમય પૂર્વે પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવેલ ત્યારે આરોપી દ્વારા પીડિતાના પતિને સુત્રાપાડા રેંજ ફોરેસ્ટ ઓફીસ કરાર આધારિત નોકરી પર રાખી ફરિયાદના કરવા દબાણ કરેલ પરંતુ બાદમાં તેમના પતિ પગાર લેવા જતા ધમકાવી કાઢી મુકેલ.
A Range Forest Officer in #Gujarat's Veraval has been arrested on charges of criminal intimidation and rape of a married woman, officials said. pic.twitter.com/VtnXQ0Dzxb
— IANS (@ians_india) July 30, 2022
RFO હરેશ ગલચરની અટકાયત, અન્ય બે આરોપી ફરાર
હાલ તો પોલીસ દ્વારા પીડિતાની ફરિયાદ આધારે RFO ગલચર તથા આ કૃત્યમાં મદદગારી કરનાર દાનીશ અલીમહમદ પંજા, રાજ ગળચર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાન રાત્રીના જ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટિમ દ્વારા આરોપી હરેશ ગલચરને ફોરેસ્ટ કોલોનીમાંથી ઝડપી લઈ વેરાવળ પોલીસ હવાલે કરેલ છે જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાનું જણાવ્યું હતું.