(Source: ECI/ABP News/ABP Majha)
Viral Video: રોડ પર દોડતી સ્કૂટી પર કપલે કર્યો રોમાંસ, લખનઉનો વીડિયો થયો વાયરલ
લખનઉના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું.
Romantic Couple Viral Video: આધુનિક સમય સાથે, ઘણા લોકો ઝડપથી બદલાતા જોવા મળે છે. હાલમાં જ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવું જ એક કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું છે. જેને લઈને હાલમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મોટાભાગના યુઝર્સનું કહેવું છે કે લખનઉમાં આવું કરવું બેદરકારી અને બેશરમીથી ઓછું નથી.
લખનઉના હઝરતગંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હઝરતગંજના એક વ્યસ્ત રોડ પર સ્કૂટી પર સવાર એક યુવક-યુવતી પોતાનો જીવ જોખમમાં મુકીને અશ્લીલ હરકતો કરતું જોવા મળ્યું હતું. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ ચાલતી સ્કૂટી પર એકબીજાને કિસ કરી રહ્યું છે. યુવતી યુવકના ખોળામાં બેઠી હતી. આ કેસમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.
મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાનો આરોપ
મોટર વ્હીકલ એક્ટ અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં યુવક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ કપલનો વીડિયો તેમને ફોલો કરતા લોકોએ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની મદદથી યુવકને શોધી કાઢવામાં સફળ રહી હતી.
વાયરલ વીડિયો બાદ પોલીસ આવી હરકતમાં
હઝરતગંજ ઈન્ટરસેક્શન પાસે એક યુવક અને યુવતી સ્કૂટી પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરી રહ્યાં છે. સ્કૂટી ચલાવતા યુવકના ખોળામાં બેઠેલી યુવતી યુવકને કિસ કરતી જોવા મળે છે. મંગળવારે મોડી સાંજે વીડિયો વાયરલ થયા બાદ યુપી પોલીસના ટ્વિટર હેન્ડલ પરથી સ્કૂટી સવાર યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
View this post on Instagram
પોલીસે શું કહ્યું
એડીસીપી ટ્રાફિક અજય કુમાર સિંઘે કહ્યું હતું કે, વાયરલ વીડિયો, ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે સ્કૂટીના નંબરની તપાસ કરવામાં આવી રહી છે. સ્કુટી નંબરના આધારે બંનેની માહિતી એકત્ર કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.