મધરાતે પ્રેમી નીકળ્યો પલંગમાંથી ને પ્રેમિકાના પતિ સાથે જે કર્યું તે જાણીને ચોંકી જશો, જાણો વિગત
પતિ ઘરે આવે તે પહેલા જ મહિલાનો પ્રેમી ઘરમાં આવીને બેડની અંદર છૂપાય ગયો હતો. પ્લાન પ્રમાણે મોકો મળતા જ બંનેએ કર્મબીરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હરિયાણા: હરિયાણાના જિંદ જિલ્લાના નગૂરાં ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હતી. પતિ ઘરે આવે તે પહેલા જ મહિલાનો પ્રેમી ઘરમાં આવીને બેડની અંદર છૂપાય ગયો હતો. આરોપી વિકી હિસારના નહલાનો રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 2 ઓગસ્ટના રોજ કર્મબીર(મૃતક) કામ પતાવીને રાત્રે 11.30 વાગ્યે પોતાના ઘરે પહોંચ્યો હતો. કર્મબીર ઊંઘી ગયા બાદ તેની પત્ની પૂજાએ રાત્રે 1.30 વાગ્યે તેના પ્રેમી વીકીને બેડમાંથી બહાર કાઢ્યો હતો. કર્મબીરને ઘરમાં કંઈક બની રહ્યાનું માલુમ પડતા તે બેડ પરથી ઉભો થઈ ગયો હતો. જે બાદમાં મોકો મળતા જ પત્નીના પ્રેમીએ તીક્ષ્ણ હથિયારથી કર્મબીરના ગળા પર હુમલો કરી દીધો હતો. હત્યા બાદ પત્ની અને પ્રેમી છત પરથી કૂદીને ભાગી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે મૃતકની પત્ની સામે કેસ નોંધ્યો હતો. જે બાદમાં આરોપી વીકી અને મૃતકની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં મહિલાએ જણાવ્યું કે લગ્ન પહેલા તેના અને વીકી વચ્ચે પ્રેમસંબંધ હતો. લગ્ન બાદ પણ પૂજા અને વીકી વચ્ચે મોબાઇલથી વાતચીત થતી રહેતી હતી. આશરે ત્રણ વર્ષ પહેલા પૂજાના લગ્ન કર્મબીર સાથે થયા હતા. લગ્નના બે વર્ષ સુધી બંને વચ્ચે બધુ બરાબર ચાલ્યું હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી તેનો પતિ નાની નાની વાત પર પણ તેની પત્ની સાથે મારપીટ કરતો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું કે પતિની મારપીટ અંગે તેણે પોતાના પ્રેમીને જાણકારી આપી હતી. જે બાદમાં બંનેએ કર્મબીરને રસ્તામાંથી હટાવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે બીજી ઓગસ્ટના રોજ વીકી સાંજે પૂજાના ઘરે આવી ગયો હતો. પ્લાન પ્રમાણે પૂજાએ વીકીને તેના બેડમાં છૂપાવી દીધો હતો. જે બાદમાં મોકો મળતા જ બંનેએ કર્મબીરને મોતને ઘાટ ઉતારી દીધો હતો.