Ahmedabad : પરણીત પુરુષને અન્ય યુવતી સાથે બંધાયા શરીરસંબંધ, પત્નીને ખબર પડી ગઈ ને પછી....
મૃતક મહિલાને સંતાન ના હોવાથી પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. મૃતક નો પતિ મહિલાને છેલ્લા અઢી વર્ષથી માનસિક શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતો હતો.
અમદાવાદઃ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાએ પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. પરણીતાના પતિને અન્ય યુવતી સાથે સંબંધ હતા. આ સંબંધને કારણે પતિ છેલ્લા અઢી વર્ષથી પત્નીને શારીરિક-માનિસક ત્રાસ આપી રહ્યો હતો. તેમજ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. આ બધાથી કંટાળીને પરણીતાએ આપઘાત કરી લીધો હતો. સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.
મૃતક મહિલાને સંતાન ના હોવાથી પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. મૃતક નો પતિ મહિલાને છેલ્લા અઢી વર્ષથી માનસિક શારીરિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકતો હતો. મહિલાના આત્મ હત્યા બાદ પતિ અને મૈત્રી કરારમાં રહેતી મહિલાએ પોલીસ સામે ખોટું નિવેદન આપી આત્મહત્યા છૂપાવાવનો પ્રયાસ કર્યો હતો. સોલા પોલીસે પતિ અને મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Surat : સગીરા સાથે પ્રેમી અને તેના બે મિત્રોએ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ ને પછી એવું કર્યું ગંદુ કામ કે.........
સુરત : શહેરના સરથાણા વિસ્તારમાં સગીરાનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીએ સોશ્યલ મીડિયા પર મિત્રતા કેળવી સગીરાનો વિશ્વાસ જીત્યો હતો. ચોરીછૂપીથી સગીરાનું વીડિયો ઉતારી લઈ બ્લેકમેલ કરી હતી. યુવકે તેના મિત્રોને પણ સગીરાનું વીડિયો આપ્યો અને બંનેએ બળાત્કાર ગુજાર્યો હતો.
બળાત્કાર બાદ નારાધમોએ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સગીરાના પરિવારજનોએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સરથાણા પોલીસે ત્રણેય આરોપીઓ સચિન કુકડીયા, કિશન ડાભી અને વૈભવ બગદારીયાની ધરપકડ કરી છે.
રાજકોટઃ શાપરમા પરપ્રાંતિય યુવતીની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો આવ્યો છે. પોલીસ દ્વારા હત્યા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. શાપર વેરાવળમાં કારખાનાની ઓરડીમાં પતિ સાથે રહેતી મુળ બિહારની પરિણીતાને યુપીનો શખ્સ છેડતી કરતો હતો. જેને પરણીતાએ ટકોર કરતાં આરોપી તેના ભાઈ સાથે પરિણિતા પર લોખંડના સળીયાથી હુમલો કરી દીધો હતો. સળિયાથી માથામાં ગંભીર ઇજા પહોંચાડી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શાપર પોલીસે હત્યારા પૈકીના એકને પકડી લેવામાં આવ્યો છે.
30 વર્ષીય યુવતી પર ગઈ કાલે રાતે મૂળ યુપીના સોનુ નામના શખ્સે તેના ભાઇ શંભુ સાથે મળી લોખંડના સળીયાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં પરણીતાને શાપર હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે, તેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.
યુવતીના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આ ત્રણેય સંતાનો મા વિહોણા થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકના પતિએ જણાવ્યું હતું કે, પોતે રાતે પોણા દસેક વાગ્યે કારખાને હતો ત્યારે સાળાનો દિકરો તેને બોલાવવા આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેમની પત્નીને સોનુ અને તેનો ભાઇ શંભુ સાથે ઝઘડો થયો છે. આથી તે ત્યાં દોડી ગયો હતો. ત્યાં પહોંચેલા યુવતીના પતિએ બંનેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, બંને વધુ ઉશ્કેરાઇ ગયા હતા અને તેની પત્નીના વાળ પકડી ઢસડી હતી. તેમજ લોખંડના સળિયાના ઘા મારતાં તે લોહીલૂહાણ થઈ ગઈ હતી. આ પછી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલી પત્નીને તે હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે, તેનો જીવ બચી શક્યો નહોતો.
પતિએ પોલીસને કહ્યું કે, તેમની પત્ની ઘરમાં હતી, ત્યારે સોનુ બારીમાંથી ડોકુ કાઢી છેડતી કરી રહ્યો હતો. આ અંગે પત્નીએ ટકોર કરતાં તેણે ઝઘડો કર્યો હતો. તેમજ મારામારી થતાં પરણીતાની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા.