CRIME NEWS: સુરતમાં 9 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવવા ઉપાડી ગયો નરાધમ, ત્યાં દેવદૂત બનીને આવ્યો દુકાનદાર
CRIME NEWS: સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે.
CRIME NEWS: સુરતના ડભોલી વિસ્તારમાં વેફરની લાલચ આપી 9 વર્ષીય માનસિક અસ્વસ્થ બાળા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી છે. બાળકીને ઝાડી ઝાખડામાં લઈ જઈ કપડાં કાઢી દુષ્કર્મનો કરવાનો પ્રયાસ શરૂ કર્યો ત્યારે જ દુકાનદારની નજર પડતા દૂકાનદારે હવસખોરના ચુંગાલમાંથી બાળકીને છોડાવી હતી. દુકાનદારની સર્તકતાથી બાળકી પીંખાતા બચી ગઈ હતી. ત્યાર બાદ લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. સિંઘણપોર પોલીસે નરાધમ દિલીપ નાવડીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડભોલીમાં દુકાનદારની સતર્કતાથી ૯ વર્ષની બાળકી હવસખોરની ચુંગાલમાંથી ઉગરી ગઇ હતી. નરાધમે વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી નજીકના ખુલ્લા પોપડામાં બાળકીને ઉપાડી ગયો હતો. અહીં નરાધમ અડપલાં શરૂ કર્યા કે દુકાનદારની નજર પડી ગઇ હતી અને માર મારી પોલીસને સોંપી દેવાયો હતો. ભોગ બનનારનો પરિવાર ડભોલી વિસ્તારમાં શાકભાજી વેચવાનો ધંધો કરે છે. સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. 9 વર્ષની પુત્રી માનસિક રીતે થોડી અસ્વસ્થ છે અને તેણી અભ્યાસ કરતી નથી.
ગત બુધવારે બપોરે તેમની પુત્રી ઘર નજીકના પાનના ગલ્લા પર વેફર લેવા ગઇ હતી. આ સમયે બાળકીને વેફરનું પડીકું અપાવવાની લાલચ આપી ફોસલાવી નજીકના ખુલ્લા પોપડામાં લઇ ગયો હતો. બદકામના ઇરાદે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો. અહીં શારીરિક અડપલાં કરવાની શરૂઆત કરતા જ નજીકના પાનના ગલ્લાવાળાએ સતર્કતા દાખવી બાળકીને આબદા બચાવી લીધી હતી. બૂમાબૂમ થતા સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતુ. લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સિંગણપોર પોલીસને સોંપી દીધો હતો. પોલીસે છેડતી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી આરોપી અશ્વિન દિલિપ નાવડિયાની ધરપકડ કરી હતી.
સુરતમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર
સુરત: શહેરમાં એક વિદ્યાર્થિનીએ આપઘાત કરતા ચકચાર મચી છે. એસવીએનઆઇટીની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ વિદ્યાર્થિની સમરસ હોસ્ટેલમાં રહેતી હતી. પોતાની જ રૂમમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં વેસુ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. જો કે, આ વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે જાણી શકાયું નથી. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીના મોતથી અનેક સવાલો ઉઠ્યા છે. જોકે, સાચી વાત તો પોલીસ તપાસ બાજ સામે આવશે.
સુરતમાં દાદી સાથે રમતું દોઢ વર્ષનું બાળક બીજા માળેથી નીચે પટકાતા મોત
સુરત: શહેરમાં એક બાળકની મોતની કરુણ ઘટના સામે આવી છે. બીજા માળેથી પટકાતા બાળકનુ કરુણ મોત થયું છે. દાદી સાથે તડકામાં બેસાડેલો પૌત્ર પડી જતા મોત નિપજ્યું. સરથાણા ખાતે યોગેશ્વર નગર સોસાયટીમાં આ કરુણ ઘટના બની છે. બાળક રમતા રમતા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાજ ઘેરા શોકમાં ગરકાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક બાળકનું નામ વર્ણી હતું અને તેમના પિતાનું નામ હીરેન છે, હિરેન વ્યવસાયે રત્ન કલાકાર છે. એકના એક સંતાનનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે.
અમદાવાદમાં કોર્પોરેટરને લોકોએ ચખાડ્યો મેથીપાક
અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં કોર્પોરેટરને લોકોએ મેથીપાક ચખાડ્યો છે. નિકોલ વિસ્તારમાં કોર્પોરેટરને લોકોએ જાહેરમાં માર મારતા ચકચાક મચી છે. નિકોલ શિવાજી ચોક પાસે માર માર્યો હોવાની માહિતી સામે આવી છે. કોર્પોરેટર બળદેવભાઈ પટેલનો લોકોએ ઉધડો લીધો હતો. ટીપી મંજુર થતા કાઉન્સિલર સમજાવટ માટે ગયા હતા. આ દરમિયાન ઝપાઝપી થયા બાદ કાઉન્સિલરને ચક્કર આવતા કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.