CRIME NEWS: નવસારીમાં ધોળા દિવસે યુવાનની હત્યા, સોપારી આપનારનું નામ સાંભળી તમે પણ ચોંકી જશો
CRIME NEWS: નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ જેટલા આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
CRIME NEWS: નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણ જેટલા આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે આ તમામ આરોપીઓને દબોચી લીધા છે. નવસારી ખાતે રહેતા શાહિદઅલી સૈયદની હત્યા કરાવવામાં તેના પોતાના જ NRI મામા જાફરભાઈ દરગાહવાલાનો હાથ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યા પાછળ મિલકતનો વિવાદ છે. જોકે વિદેશથી થોડા દિવસ પહેલા જ નવસારી આવેલા મામા જાફરભાઈ દરગાહવાલાએ સુરતના મોહમદ સાદિક ઉર્ફે ગુડડુંને પોતાના ભાણીયા શાહિદઅલીને મારવા 5 લાખની સોપારી આપી હતી. જેને લઈ સુરતના મોહમદ સાદિક ઉર્ફે ગુડડુંએ પોતાના 3 લોકોને નવસારી મોકલી શાહિદઅલી સૈયદનું તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ચપ્પુના 8 થી 10 ઘા મારી મોત નિપજવ્યું, આ 3 આરોપીઓ એક્ટિવા બાઇક પર આવી ચપ્પુ વડે હુમલો કરી ત્યાંથી ફરાર થયા હતા.
જોકે આ લુન્સીકુઈ દરગાહવાલા હોલ ખાતે જે ઘટના બની તેના ખૂની ખેલના દ્રશ્યો સામે રહેલા CCTV માં કેદ થયા હતા. સમગ્ર ઘટનાની જાણ નવસારી જિલ્લા પોલીસ વડાને થતા દક્ષિણ ગુજરાતની પોલીસને જાણ કરી સતર્ક કરાઈ હતી અને નાકાબંધી ગોઠવી દેવામાં આવી. આ સમગ્ર સૂચના અનુસાર આ મોતને અંજામ આપનાર આરોપીઓ સુરત ખાતે હાજર હોવાની બાતમી મળતા બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે સુરત મુગલીસરા પાણીની ટાંકી પાછળ ખતીજા મંઝિલ પાસેથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
સોપારી લેનાર મોહમદ સાદિકને પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે નવસારી આવેલા તેના NRI મામાએ જ સોપારી આપી હતી જેથી પોતાના 3 માણસોને મોહમદે 50-50 હજાર રૂપિયા આપી નવસારી મોકલી ઘટનાને અંજામ આપવા જણાવ્યું હતું. જેને લઈ પોલીસે મૃતકના મામા સહિત અન્ય 4 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. સાથે સોપારી લેનાર આરોપી મોહમદ સાદિકના અન્ય ગુનાઓ પણ સુરત વિસ્તારના ડિટેકટ થયા છે. સમગ્ર ઘટનાને લઈ ટેનિકલ સર્વેલન્સ અને સુરત પોલીસની સતર્કતાને પગલે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી સુરત ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. વધુ કાર્યવાહી માટે આરોપીઓને નવસારી પોલીસની કસ્ટડીમાં મોકલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીઓ
1). મોહમદ સાદિક ઉર્ફે ગુડડું, ઉ.વ 31 રહે. સુરત (સોપારી લેનાર)
2). મોહમદ આલ્ફાઝ ઉર્ફે પપ્પુ, ઉ.વ 25 રહે. સુરત
3). ગુલામદસ્તગીર અલ્લાબક્ષ શેખ ઉ.વ 25 રહે. સુરત
4). અસદ ઉર્ફે અલતમ્સ ઉ.વ 20 રહે. સુરત
5). જફરશા સદરૂદીન દરગાહવાલા ઉ.વ 68 રહે. નવસારી (સોપારી આપનાર NRI મામા)