શોધખોળ કરો

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

Agniveer: સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે.

Agnipath Scheme: ભારતીય સેના ઈચ્છે છે કે ચાર વર્ષ પછી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. જો કે, અગ્નિપથ યોજના હેઠળ, એવો નિયમ છે કે ચાર વર્ષ પછી મહત્તમ 25% અગ્નિવીરોને જ કાયમી સૈનિક બનવાનો વિકલ્પ આપવામાં આવશે. સેનાએ આ અંગે સરકાર સમક્ષ પોતાની માંગણી મૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ સંબંધમાં ફાઇલ મોકલવામાં આવી હતી પરંતુ સેનાની આ માંગને ઠુકરાવી દેવામાં આવી હતી. હવે ફરી સેના આ મામલાને આગળ લઈ જઈ રહી છે.

દરેક બેચમાંથી 50% અગ્નિવીર કાયમી હોવા જોઈએ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના ઇચ્છે છે કે અગ્નિવીરોની દરેક બેચમાંથી લગભગ 50% અગ્નિવીરોને કાયમી કરવામાં આવે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ સૈનિકોની ભરતીમાં જે ધોરણો રાખવામાં આવ્યા હતા તે જ અગ્નિવીર માટે છે. અમે ગુણવત્તા સાથે સમાધાન કરી રહ્યા નથી. 50% અગ્નિવીરોને કાયમી કરવા ઉપરાંત, સેનાએ સરકારને એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે અગ્નિવીરોની ભરતી ઝડપી ગતિએ થવી જોઈએ. એટલે કે એક વર્ષમાં ભરતી માટે જે સંખ્યા નક્કી કરવામાં આવી છે તે વધારવી જોઈએ જેથી કરીને સેનામાં સૈનિકોની અછતને ઝડપથી ભરી શકાય.

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

પ્રથમ વર્ષે 40 હજાર અગ્નિવીરોની ભરતી

કોવિડના કારણે બે વર્ષથી સેનામાં ભરતી થઈ શકી નથી. જ્યારે તે પહેલા દર વર્ષે લગભગ 80 હજાર સૈનિકોની ભરતી થતી હતી. આના કારણે સેનામાંથી નિવૃત્ત થયેલા સૈનિકો અને સેનામાં જોડાનારાઓની સંખ્યામાં સંતુલન જાળવવામાં આવ્યું હતું. ગયા વર્ષે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ વર્ષમાં 40 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારપછી આ સંખ્યા ધીમે ધીમે વધારવાની છે અને વર્ષ 2026 સુધીમાં કુલ 1 લાખ 75 હજાર અગ્નિવીરોની સેનામાં ભરતી થવાની છે. જ્યારે અત્યારે સેનામાં લગભગ 1.5 લાખ સૈનિકોની અછત છે અને દર વર્ષે સૈનિકો નિવૃત્ત પણ થાય છે.

દર વર્ષે 60 હજાર સૈનિકો થાય છે નિવૃત્ત

આગામી 4-5 વર્ષોમાં સૈનિકોની 50,000-60,000 હશે અને તે પછીથી વધીને 90,000-1 લાખ થશે. અમે સ્કીમનું પૃથ્થકરણ કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતા વધારવા માટે 46,000થી શરૂઆત કરી છે, એમ લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દર વર્ષે લગભગ 60,000 સૈનિકો નિવૃત્ત થાય છે.

Agnipath Scheme: અગ્નિવીરો માટે મોટા સમાચાર, 50 ટકાને કરવામાં આવી શકે છે કાયમી

ત્રણ સેવાઓમાં સૈનિકોની છે તીવ્ર અછત

2021માં, સંસદને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનામાં અનુક્રમે 1.18 લાખ, 11,587 અને 5,819 સૈનિકોની અછત વિશે જાણ કરવામાં આવી હતી.  

ટેક્નિકલ ભરતમાં મહત્તમ વય 23 વર્ષ કરવા વિચારણા

સેના અગ્નિવીરોની ભરતીમાં ટેકનિકલ ભરતી માટેની મહત્તમ ઉંમર 21 વર્ષથી વધારીને 23 વર્ષ કરવા પર પણ વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેના એવા યુવાનોની ભરતી કરી રહી છે જેમણે તેમાં આઈટીઆઈ અને ટેકનિકલ કોર્સ કર્યા છે અને વય મર્યાદા 21 વર્ષની હોવાથી બહુ વિકલ્પો ઉપલબ્ધ નથી. તેથી તેને વધારી શકાય છે. અગ્નિપથ યોજના પહેલા પણ જ્યારે સૈનિકોની ટેકનિકલ ભરતી કરવામાં આવતી હતી ત્યારે મહત્તમ વય મર્યાદા 23 વર્ષની હતી. અગ્નિપથ યોજનામાં આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget