બજેટ 2022થી કેવી રીતે બદલાશે શિક્ષણ ક્ષેત્રની દિશા ? PM મોદીએ જણાવી આ પાંચ વાત
પીએમના સંબોધન દરમિયાન કહ્યું વર્ષ 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી પાંચ બાબતો પર ઘણો ભાર આપવામાં આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત વેબિનાર સત્રને સંબોધિત કર્યું. આ વેબિનારમાં, બજેટ 2022 કેવી રીતે શિક્ષણ ક્ષેત્ર પર "સકારાત્મક અસર" કરશે તેની ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, 'આજનો આપણા યુવાનો દેશના ભવિષ્યના નેતા છે, તેઓ ભવિષ્યના ઘડવૈયા છે. તેથી આજની યુવા પેઢીને સશક્ત બનાવવાનો અર્થ છે ભારતના ભવિષ્યને મજબૂત બનાવવું
શિક્ષણ ક્ષેત્રને લગતી પાંચ બાબતો
પીએમના સંબોધન દરમિયાન કહ્યું વર્ષ 2022ના બજેટમાં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી પાંચ બાબતો પર ઘણો ભાર આપવામાં આવ્યો છે. પ્રથમ, 'આપણી શિક્ષણ પ્રણાલીને વિસ્તૃત કરવા અને તેની ગુણવત્તા સુધારવા અને શિક્ષણ ક્ષેત્રની ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
બીજું કૌશલ્ય વિકાસ છે. PM એ કહ્યું કે દેશમાં ડિજિટલ સ્કિલિંગ ઇકોસિસ્ટમ બનાવવી જોઈએ, ઉદ્યોગની માંગ અનુસાર કૌશલ્ય વિકાસ થવો જોઈએ, ઉદ્યોગ જોડાણ વધુ સારું હોવું જોઈએ, તેના પર ધ્યાન આપવામાં આવ્યું છે.
ત્રીજું મહત્ત્વનું પાસું શહેરી આયોજન અને ડિઝાઇન છે. આમાં ભારતના પ્રાચીન અનુભવ અને જ્ઞાનને આજે આપણા શિક્ષણમાં સામેલ કરવાની જરૂર છે.
PM એ કહ્યું કે ચોથું મહત્વનું પાસું આંતરરાષ્ટ્રીયકરણ છે - વિશ્વસ્તરીય વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં આવવી જોઈએ, જે આપણા ઔદ્યોગિક વિસ્તારો છે, જેમ કે GIFT સિટી, ફિનટેક સાથે સંકળાયેલી સંસ્થાઓએ ત્યાં આવવું જોઈએ, તેને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
પાંચમું મહત્ત્વનું પાસું 'AVGC' (એનિમેશન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ગેમિંગ કોમિક) છે, તે બધામાં રોજગારીની અપાર તકો છે, વિશાળ વૈશ્વિક બજાર છે.
PM એ કહ્યું કે આજના યુગમાં તે ડિજિટલ કનેક્ટિવિટી છે જેણે વૈશ્વિક મહામારી આ સમયમાં આપણી શિક્ષણ પ્રણાલીને જીવંત રાખી છે. દેશમાં ઈ-વિદ્યા હોય, વન ક્લાસ વન ચેનલ હોય, ડિજિટલ લેબ હોય કે ડિજિટલ યુનિવર્સિટી હોય, આવા શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુવાનોને ઘણી મદદ કરશે. ભારતના ગામડાઓમાં ગરીબ, દલિત, પછાત, આદિવાસી તમામને શિક્ષણનો વધુ સારો ઉકેલ આપવાનો આ પ્રયાસ છે.
Education Loan Information:
Calculate Education Loan EMI