Gandhinagar: ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવનું કાઉન્ટ ડાઉન શરૂ, આ તારીખે શરૂ થશે કાર્યક્રમ
ગાંધીનગર: રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ બાબતે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. નોંધનિય છે કે, શાળા શિક્ષણ માટે આ ઉત્સવ ઉજવાય છે.
ગાંધીનગર: રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ બાબતે સીએમ ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. નોંધનિય છે કે, શાળા શિક્ષણ માટે આ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે તમામ અધિકારીઓને શાળા પ્રવેશ ઉત્સવની જવાબદારી સોપી છે. ૧૭મી શાળા પ્રવેશોત્સવની શૃંખલા ૨૩ જુનથી શરૂ થશે. જેની શરુઆત મુખ્યમંત્રી બનાસકાંઠા જીલ્લામાં વડગામની એક શાળામાંથી કરાવશે. બીજા દિવસે તાપી જિલ્લામાં રહેશે.
ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો, 2020 - 21માં ડ્રોપ આઉટ રેસીઓ ખૂબ નીચો આવ્યો છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ પણ ઉજવાશે. સાંજે 4 થી 5 દરમિયાન તાલુકા કક્ષાની રિવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકો સાથે અલગથી બેસી ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે શાળા પ્રવેશઉત્સવમાં માસ્કને લઈને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હાલની સ્થિતિમાં કોરોનાની એવી કોઈ ગંભીર સ્થિતિ નથી. સાવચેતી રાખીને જ કાર્યક્રમ કરાશે.
ભાજપે ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો પર પ્રભારી જાહેર કર્યા
GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે. સુરેન્દ્રનગરની 5, મોરબીની 3, રાજકોટની 8, જામનગરની 5, દ્વારકા અને પોરબંદરની 2-2, જૂનાગઢની 5, ગીર સોમનાથની 4, અમરેલીની 5, ભાવનગરની 7 અને બોટાદની 2 મળી સૌરાષ્ટ્ર ઝોનની કુલ 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કરવામાં આવ્યાં છે. થોડા દિવસ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકો પર પ્રભારી જાહેર કર્યા છે, એમાં આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકોના પ્રભારી પણ જાહેર
ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 જૂનના રોજ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદની મળી કુલ 59 બેઠકોના પ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતા.
હવે દક્ષિણ ગુજરાત ઝોનની બેઠકોના પ્રભારી જાહેર થશે
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર ગુજરાત ઝોનની 59 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 1 થી 59 અને સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો, જેમાં બેઠક ક્રમાંક 60 થી 107 વિધાનસભા બેઠક મળી કુલ 107 બેઠકો પરના પ્રભારી જાહેર કર્યા છે. હવે દક્ષિણ ગુજરાત ઝોનના પ્રભારીની યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI