એરફોર્સ બાદ હવે ઇન્ડિયન નેવીમાં અગ્નિવીરોની ભરતી, જાણો કેટલી છે જગ્યા ને ક્યાંથી કરી શકાશે અરજી......
અગ્નિપથ યોજના અંતર્ગત ઇન્ડિયન એરફોર્સ બાદ હવે ઇન્ડિયન નેવીમાં ભરતી બહાર પડી છે, ઇન્ડિયન નેવીમાં એમઆર અગ્નિવીરોની ભરતીનુ નૉટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યુ છે.
Navy Agniveer Recruitment 2022: અગ્નિપથ યોજના અંતર્ગત ઇન્ડિયન એરફોર્સ બાદ હવે ઇન્ડિયન નેવીમાં ભરતી બહાર પડી છે, ઇન્ડિયન નેવીમાં એમઆર અગ્નિવીરોની ભરતીનુ નૉટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યુ છે. નેવી એમઆરના 200 પદો માટે અવિવાહિત પુરુષો તથા મહિલા ઉમેદવારો પાસેથી અરજી માંગી છે, ઇચ્છુક ઉમેદવાર joinindiannavy.gov.in પર જઇને અરજી કરી શકો છો. અગ્નિવીર એમઆર માટે 10મુ પાસ યુવાઓ અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 15 જુલાઇથી શરૂ થશે. ઇન્ડિયન નેવીમાં અગ્નિપથ સ્કિમ અંતર્ગત અગ્નિવીર એસએસઆર અને અગ્નિવીર એમઆરના પદો પર ભરતી કરવામાં આવશે. ઇન્ડિયન નેવી એસએસઆર ભરતી 2022 માટે અરજીની પ્રક્રિયા પહેલાથી જ જાહેર કરી દેવામા આવી છે.
અગ્નિવીર એમઆર માટે યોગ્યતા -
યોગ્યતા - 10મું પાસ
ઉમંરમર્યાદા - સાડા 17 વર્ષથી 23 વર્ષ, એટલે કે ઉમેદવારનો જન્મ 1 ડિસેમ્બર 1999 થી 31 મે 2005ની વચ્ચે થયેલો હોય.
પસંદગી પ્રક્રિયા -
સૌથી પહેલા ઉમેદવારને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે, આમાં સફળ ઉમેદવારને પીએફટી એટલેકે ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, પીએફટી પાસ કરનારા ઉમેદવારોનુ મેરિટ લિસ્ટ લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણોના આધાર પર બનશે.
ફિઝીકલ ટેસ્ટ -
પુરુષોને 6.30 મિનીટમાં 1.6 કિમીની દોડ લગાવવી પડશે, 20 ઉઠક બેઠક, 12 પુશઅપ્સ મારવા પડશે.
મહિલાઓને 8 મિનીટમાં 1.6 કિમીની દોડ લગાવવી પડશે. 15 ઉઠક બેઠક અને 10 બપેન્ટ ની સિટ અપ્સ કરવા પડશે.
લંબાઇ -
પુરુષ - 157 સેમી
મહિલા - 152 સેમી
આ રીતે કરો અરજી -
- joinindiannavy.gov.in પર જાઓ, જો તમે પહેલાથી રજિસ્ટ્રેશન નથી કર્યુ, તો પહેલા રજિસ્ટ્રેશન કરો, રજિસ્ટ્રેશન દરમિયાન પોતાનો ઇમેલ આઇડી તથા મોબાઇલ નંબર બરાબર નાંખો.
- રજિસ્ટર્ડ ઇમેલ આઇડીથી લૉગ ઇન કરો, "Current Opportunities" પર ક્લિક કરો. એપ્લાય બટન પર ક્લિક કરો. એપ્લિકેશન ફોર્મ ભરો અને સબમીટ પર ક્લિક કરો.
- એપ્લિકેશન ફો્રમ ભરતી વખતે તમારે તમામ ડૉક્યૂમેન્ટ અપલૉડ કરવા પડશે. એટલે પહેલાથી તેને સ્કેન કરીને રાખો.
- ફોટો અપલૉડ કરતા પહેલા એ નક્કી કરો કે તે સારી ક્વૉલિટીનો હોય, અને બેકગ્રાઉન્ડ બ્લૂ હોય.
આ પણ વાંચો..........
Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ
ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત
T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?
IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ
Education Loan Information:
Calculate Education Loan EMI