અલાહાબાદ હાઈકોર્ટે UPTET-2021માં સફળ થનારા ઉમેદવારોને સર્ટિફિકેટ આપવા પર પ્રતિબંધ મૂક્યો, જાણો કારણ
ઉલ્લેખનીય છે કે સર્ટિફિકેટ જાહેર કરવા પર પ્રતિબંધ સાથે હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે
લખનઉઃ અલ્હાબાદ હાઈકોર્ટે UPTET-2021ને લઈને મોટો નિર્ણય લીધો છે. કોર્ટે UPTET 2021 માં સફળ થનારા ઉમેદવારોને સર્ટિફિકેટ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. એક રિપોર્ટ અનુસાર, UPTET પ્રાઇમરી લેવલમાં B.Ed ડિગ્રી ધારકોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સર્ટિફિકેટ જાહેર કરવા પર પ્રતિબંધ સાથે હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે B.Ed ડિગ્રી ધારકો પ્રાઇમરી લેવલમાં સહાયક શિક્ષક તરીકે નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો હતો. તેના આધારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
આ કેસની આગામી સુનાવણી 16 મેના રોજ થશે. નોંધનીય છે કે UPTET 2021 23 જાન્યુઆરી 2022 ના રોજ યોજાઈ હતી. તેનું પરિણામ 08 એપ્રિલે જાહેર કરાયું હતું. પ્રતિક મિશ્રા અને અન્યો તરફથી અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ સિદ્ધાર્થની સિંગલ બેન્ચે આદેશ આપ્યો છે.
અગાઉ, સેક્રેટરી એક્ઝામિનેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ 20 હજાર ઉમેદવારો માટે UPTET 2021નું પરિણામ જાહેર કર્યું ન હતું. અલ્હાબાદ હાઈકોર્ટની સિંગલ બેંચના આદેશ પર એક્ઝામ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફિસે આ ઉમેદવારોને TET પરીક્ષામાં સામેલ કર્યા હતા, પરંતુ તેમના પરિણામો અટકાવી દેવામાં આવ્યા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દેશ વ્યાપી ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 57 સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં
સુરત સિવિલના ડોક્ટરોએ અઢી વર્ષના બાળકના મોતિયાની કરી સફળ સર્જરી,1 લાખ બાળકે એકમાં જોવા મળે છે આ સમસ્યા
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
મોનાલિસાનો સ્વીમિંગ પૂલમાં મસ્તી કરતો બૉલ્ડ વીડિયો વાયરલ, કેપ્શનમાં લખ્યુ એવુ કે ફેન્સ રહી ગયા દંગ.........
Video: RCB vs PBKS: રજત પાટીદારે ફટકારી 102 મીટર લાંબી સિક્સ, મેચ જોવા આવેલા વૃદ્ધના માથા પર વાગ્યો બોલ
Education Loan Information:
Calculate Education Loan EMI