રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો દેશ વ્યાપી ડિગ્રી સર્ટિફિકેટ કૌભાંડનો પર્દાફાશ, 57 સ્કૂલોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બે દિવસ પહેલા ડિગ્રી સર્ટિફિકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં ડિગ્રી સર્ટિફિકેટ આપનાર જ્યંતી સુદાણી સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ: શહેર ક્રાઈમ બ્રાન્ચે દેશ વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પહેલા ડિગ્રી સર્ટિફિકેટનો કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં ડિગ્રી સર્ટિફિકેટ આપનાર જ્યંતી સુદાણી સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે તેની ઓફિસે તપાસ કરતાં ત્યાંથી બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી નામના સર્ટિફિકેટ મળી આવ્યા હતા જે બાબતે વધુ પૂછપરછ કરતા ખરેખર બોર્ડ ઓફ હાયર સેકેન્ડરી એજ્યુકેશન દિલ્હી નામનું કોઈ બોર્ડ નહિ પરંતુ ટ્રસ્ટ હોવાનું સામે આવ્યું હતું, જેથી ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સંડોવાયેલ જ્યંતીલાલ સુદાણી, જીતેન્દ્ર પીઠડીયા, પરેશ વ્યાસ, કેતન જોષી અને તનુજા સીંગ સામે ફરિયાદ નોંધી છે.
આ શખ્સોએ દેશની અલગ અલગ 57 જેટલી શાળાઓને કોઇ પણ જાતના સરકારી શિક્ષા વિભાગ, કે અન્ય સરકાર માન્ય કોઇ શૈક્ષણીક બોર્ડની માન્યતા મેળવ્યા વગર સ્કુલોને એફીલેશન આપી બોર્ડ નીચે સ્કુલો કાર્યરત કરવા લેટર કાઢી આપ્યા હતા. જો કે આ નામનું કોઈ બોર્ડ જ કાર્યરત ન હતું. હાલ આ ચોંકાવનારી વિગતો સામે આવતા આ 57 સ્કૂલના નામ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ આ દેશ વ્યાપી કૌભાંડ સામે આવતા આ 57 સ્કૂલોમાંથી 12માં ધોરણની પરીક્ષા પાસ કરી રિઝલ્ટ મેળવનાર તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પણ જોખમમાં મુકાયા છે.
CM ભુપેન્દ્ર પટેલે નવો ચીલો ચાતર્યો, કોંગ્રેસ અને AAP નેતાઓ સાથે આ જગ્યાએ કરી બેઠક
CM Bhupendra Patel Rajkot Visit: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ હાલમાં રાજકોટની મુલાકાતે છે. જ્યાં કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિનિધી મંડળ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પોલીસ વિભાગ, મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાયમી પોલીસ કમિશનરની નિમણુક કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ મેમો, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા તથા પાણીની સમસ્યા હલ કરવાની માગ, શિક્ષણમાં ફી વધારો અને મોંઘવારી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. જે કોંગ્રેસ નેતાઓ સીએમ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા તેમા હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપુત અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીનો સમાવેશ થાય છે.
જો કે, ફક્ત કોંગ્રેસના નેતાઓ સાથે જ નહીં પરતું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મુખ્યમંત્રીએ સમય આપ્યો હતો. આમ આદી પાર્ટીના નેતાઓ રાજકોટના બ્રિજના કામો, ફી વધારાનો મામલો, આઉટ સોર્સ અને સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરો સર્જનની નિમણુંક જેવી બાબતોને લઈને રજૂઆત કરી.
આ રાજકોટ મનપા ખાતે મુખ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવા સૂચના આપી છે. તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાને બેઠક યોજી છે. આ બેઠકમાં તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા.