શોધખોળ કરો

Deakin University: ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી ગિફ્ટ સિટીમાં સ્થાપશે કેમ્પસ, બનશે પ્રથમ વિદેશી યુનિવર્સિટી

Education News: ભારતમાં ફોરેન યુનિવર્સિટી સ્થાપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈન્ટ/ ડ્યુઅલ/ ડિગ્રી ડ્રાફ્ટ રેગ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Deakin University: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન શ્રી એન્થની અલ્બનીઝ એમપી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વપ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થપાવા જઈ રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના મજબૂત શૈક્ષણિક સબંધોની ઉજવણી માટે અમદાવાદ ખાતે બુધવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડીકન યુનિવર્સિટીને ગુજરાતમાં આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત આજે દેશનું રોલ મોડેલ બન્યું છે અને તેમના જ માર્ગદર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને એજ્યુકેશન હબ બનાવવાનું મિશન પણ ગુજરાત સરકારે કાર્યાન્વિત કર્યું છે. સાથે સાથે એજ્યુકેશન પોલીસી અંતર્ગત ભારતની શિક્ષણ નીતિનું આંતરરાષ્ટ્રીય કક્ષાની બનાવવાની પહેલ પણ તેમના જ માર્ગદર્શનમાં કરવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ડીકન યુનિવર્સિટીનો 'ભારતમાં, ભારત સાથે અને ભારત માટે'નો અભિગમ આવકાર્ય

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ફોરેન યુનિવર્સિટી સ્થાપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોઈન્ટ/ ડ્યુઅલ/ ડિગ્રી ડ્રાફ્ટ રેગ્યુલેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, એ પરિપ્રેક્ષ્યમાં ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટી ગાંધીનગર નજીક ગિફ્ટ સિટીમાં તેનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરી રહ્યું છે, તે ગુજરાત માટે ગૌરવની વાત છે. ડીકન યુનિવર્સિટીનો 'ભારતમાં, ભારત સાથે અને ભારત માટે'નો અભિગમ આવકાર્ય છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ભારત અને ડીકન યુનિવર્સિટી વચ્ચે લગભગ છેલ્લા ત્રણ દશકથી સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ડીકન યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગ તથા સરકાર વચ્ચેની પાર્ટનરશીપ પરિણામલક્ષી બનશે, એટલું જ નહીં પરંતુ ઉદ્યોગ જગતમાં ગ્રેજ્યુએટ મેનપાવર ઉપલબ્ધ કરવા ગિફ્ટ સિટીએ નિશ્ચિત કરેલા લક્ષ્યાંકને સાકાર કરવા ડીકન યુનિવર્સિટી-ઈન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સહાયરૂપ બનશે તેવો વિશ્વાસ છે.

ગિફ્ટ સિટી એ વિશ્વ માટે ભારતનું પ્રથમ ફાઇનાન્શિયલ એન્ડ ટેકનોલોજી ગેટ-વે હોવાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં બેન્કિંગ, ઈન્શ્યોરન્સ અને ફાઇનાન્શિયલ માર્કેટમાં અંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે.
જે ઈન્ટરનેશનલ યુનિવર્સિટીઝ ગિફ્ટ સિટીમાં પોતાની બ્રાંચ કેમ્પસ ખોલવા માંગતી હોય તેમને તમામ સહયોગ આપવા ગુજરાત તત્પર છે, એમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ સાથે ગુજરાતે વર્ષ 2018માં સિસ્ટર સિટી એગ્રીમેન્ટ કર્યા

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ સાથે ગુજરાતે વર્ષ 2018માં સિસ્ટર સિટી એગ્રીમેન્ટ પણ કર્યો છે. એટલું જ નહીં ગુજરાત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાંબા સમયથી નાગરિક જોડાણ પણ રહ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપવા ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ(એફ.ટી.એ.) એક સક્ષમ માધ્યમ બન્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget