Bank Jobs: બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર, 15000થી વધુ પદો માટે બહાર પડી ભરતી
Bank Recruitment 2023: રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેન્કની અધિકૃત વેબસાઇટ દ્ધારા ઑનલાઇન અરજી કરી શકે છે
![Bank Jobs: બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર, 15000થી વધુ પદો માટે બહાર પડી ભરતી Bank Recruitment 2023: Bank Recruitment 2023: From 2,100 vacancies in IDBI Bank to 8283 clerical posts in SBI Bank Jobs: બેન્કમાં નોકરી કરવા માંગો છો તો તમારા માટે સારા સમાચાર, 15000થી વધુ પદો માટે બહાર પડી ભરતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/66e016b88f63ce34195d6c75cc344f711700925735084349_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bank Recruitment 2023: બેન્કની નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને IDBI બેન્કમાં 15000 થી વધુ ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેન્કની અધિકૃત વેબસાઇટ દ્ધારા ઑનલાઇન અરજી કરી શકે છે. જે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટી અથવા કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે તેઓ બેન્ક ભરતી માટે અરજી કરી શકે છે.
IDBI બેન્કે કુલ 2100 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. જૂનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM), ગ્રેડ 'O' ની પોસ્ટ માટે કુલ 800 જગ્યાઓ અને એક્ઝિક્યુટિવ સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) (કોન્ટ્રેક્ટના આધારે) ની પોસ્ટ માટે કુલ 1300 ખાલી જગ્યાઓ છે. માન્ય યુનિવર્સિટી અથવા કોલેજમાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
અરજી શરૂ કરવાની તારીખ: નવેમ્બર 22, 2023
અરજી કરવાની છેલ્લી તારીખ: ડિસેમ્બર 6, 2023
જૂનિયર આસિસ્ટન્ટ મેનેજર માટે ઓનલાઈન ટેસ્ટ: 31 ડિસેમ્બર 2023
એક્ઝિક્યુટિવ માટે ઑનલાઇન ટેસ્ટ: 30 ડિસેમ્બર 2023
SBI CBO ભરતી 2023
સર્કલ બેઝ્ડ ઓફિસર (SBI CBO) ભરતી 2023 ઝુંબેશ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં કુલ 5280 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. અરજીની પ્રક્રિયા 22મી નવેમ્બરથી શરૂ થઈ હતી જે 12મી ડિસેમ્બર 2023 સુધી ચાલશે. SBI CBO ભરતી પરીક્ષા જાન્યુઆરી 2024 માં લેવામાં આવશે. 21 થી 30 વર્ષની વચ્ચેના પાત્ર ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.
SBI ક્લાર્ક ભરતી 2023
SBE ક્લાર્ક ભરતી 2023 દ્વારા જૂનિયર એસોસિએટ્સ (ક્લાર્ક) ની જગ્યાઓ માટે કુલ 8283 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરીની 3515 પોસ્ટ, OBCની 1919 પોસ્ટ, EWSની 817 પોસ્ટ, SCની 1284 પોસ્ટ અને ST કેટેગરીની 748 પોસ્ટનો સમાવેશ થાય છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2023 છે. રસ ધરાવતા ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ SSC GD ભરતી 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. આસામ રાઇફલ્સ પરીક્ષા, 2024 માં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF), SSF અને રાઇફલમેન (GD) માં કોન્સ્ટેબલ (GD) માટે અરજી કરવા માંગતા ઉમેદવારો. ઉમેદવારો SSC ssc.nic.in ની સત્તાવાર સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. નોંધણી પ્રક્રિયા 31 ડિસેમ્બર 2023 ના રોજ સમાપ્ત થશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 1 જાન્યુઆરી, 2024 છે.
આ ભરતી અભિયાનમાં કુલ 26 હજાર 146 જગ્યાઓ ભરવામાં આવશે. અભિયાન દ્વારા BSFમાં 6174 પોસ્ટ, CISFમાં 11025 પોસ્ટ, CRPFમાં 3337 પોસ્ટ, SSBમાં 635 પોસ્ટ, ITBPમાં 3189 પોસ્ટ, ARમાં 1490 પોસ્ટ અને SSFમાં 296 પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે
Education Loan Information:
Calculate Education Loan EMI
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)