શોધખોળ કરો

2500 કર્મચારીઓની છટણી કરશે Byju's, જાણો CEOએ શું આપ્યું કારણ?

ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ Byju's  2,500 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે

ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટઅપ Byju's  2,500 કર્મચારીઓની છટણી કરવા જઈ રહ્યું છે. કંપનીના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ બાયજુ રવિન્દ્રને કર્મચારીઓની છટણી માટે માફી માંગી છે. તેમણે કંપનીના કર્મચારીઓને એક ઈમેલમાં કહ્યું હતું કે નફો કમાવવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે.

બાયજુ રવિન્દ્રને કહ્યું હતું કે આર્થિક કારણોસર તેમને આ નિર્ણય લેવાની ફરજ પડી છે જેથી તેઓ પોતાની Sustainability પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે કહ્યું કે મને તે લોકો માટે ખૂબ જ ખરાબ લાગે છે જેમણે બાયજુસ છોડવું પડશે. તમે મારા માટે માત્ર નામ નથી. તમે નંબર નથી. તમે કંપનીના માત્ર પાંચ ટકા નથી. તમે મારા જીવનના પાંચ ટકા છો.

તેમણે કહ્યું, અમે આ નાણાકીય વર્ષમાં નફો મેળવવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમારી ઝડપથી વિકસતી ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક વૃદ્ધિએ અમારી સંસ્થામાં કેટલીક ઉત્પન્ન કરી છે જેને ઓળખીને સુધારવાની જરૂર છે. આ કરવા માટે કંપની સંસ્થાના પાંચ ટકા કર્મચારીઓ એટલે કે 2500 કર્મચારીઓની છંટણી કરવા જઈ રહી છે.

રવિન્દ્રને કહ્યું કે મને સમજાયું કે નફાના માર્ગ પર આગળ વધવા માટે મોટી કિંમત ચૂકવવી પડે છે. હું એવા લોકો માટે ખૂબ જ દુઃખી છું જેમને બાયજુને અલવિદા કહેવું પડશે. આનાથી મારું હૃદય તૂટી ગયું છે. આ છંટણી પ્રક્રિયા માટે હું તમારી માફી માંગવા માંગુ છું.

આ મહિનાની શરૂઆતમાં બાયજુએ કહ્યું હતું કે તે આગામી છ મહિનામાં કંપનીના 2500 કર્મચારીઓની છટણી કરશે. નોંધનીય છે કે ભારતમાં સ્ટાર્ટઅપ કંપનીઓ ખાસ કરીને એજ્યુટેક કંપનીઓ સતત કંપનીઓને છટણી કરી રહી છે. કંપનીએ અગાઉ જૂનમાં 1100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

Railway Recruitment 2022: ભારતીય રેલવેમાં સ્ટેનો, ક્લાર્ક સહિત આ પદો પર નીકળી વેકેન્સી, 12 પાસ પણ કરી શકશે અરજી

RRC Railway Recruitment 2022 Notification: ભારતીય રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. રેલવે ભરતી સેલ (RRC), સેન્ટ્રલ રેલ્વે (CR) એ 2022 માં સ્ટેનોગ્રાફર, સિનિયર કોમલ ક્લાર્ક કમ ટિકિટ ક્લાર્ક, ગુડ્સ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ સહિતની વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો હવે RRC સેન્ટર રેલવેની સત્તાવાર વેબસાઇટ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

RRB રેલ્વે ભરતી 2022 ની સૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા વિવિધ પોસ્ટ્સ પર 500 થી વધુ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. લાયક ઉમેદવારો 28 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2022 છે. આ રેલ્વે ભરતી RPF/RPSF કર્મચારીઓ સિવાય મધ્ય રેલ્વેના તમામ નિયમિત રેલ્વે કર્મચારીઓ માટે છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
Embed widget