શોધખોળ કરો

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

BZ Group Ponzi Scheme: બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે

BZ Group Ponzi Scheme: ગુજરાતના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીઆઇડી ક્રાઇમની પ્રેસ દરમિયાન કેટલાક મોટા ખુલાસા બાદ વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે, મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાજનીતિમાં એન્ટ્રી મારવાના અભરખા હતા. એટલુ જ નહીં ધારાસભ્ય બનીને કેબિનેટ મંત્રી બનવાના પણ અભરખા હતા. આ તમામ બાબતોનો ખુલાસો સીઆઇડી ક્રાઇમની પુછપરછમાં બહાર આવી છે. 

બીઝેડ ગૃપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ એક પછી એક મોટા ખુલાસા કર્યા છે. આ ખુલાસામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે, પૉન્ઝી સ્કીમ ચલાવનારા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, તે રાજકારણમાં એન્ટ્રી કરવાની ફિરાકમાં હતો, પુછપરછ દરમિયાન તેને ખુલાસો કરતાં જણાવ્યુ કે, આગામી વિધાનસભા ચૂંટણી એટલે કે વર્ષ 2027માં તેને વિધાનસભા લડવાના અભરખા હતા, તેને આશા હતી કે, ભાજપ ટિકીટ આપશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેબિનેટ મંત્રી બનવાનો પણ અભરખો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવીને બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી. ઉલ્લેખનીય છે કે, 11 હજાર રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજકીય અભરખાનો પર્દાફાશ થતાં જ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. 

ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૉન્ઝી સ્કીમમાં 11 હજાર લોકોનું રોકાણ, ત્રણ ક્રિકેટરો પણ સામેલ, CID ક્રાઇમની પ્રેસમાં મોટા ખુલાસા 
મહાઠગબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ CID ક્રાઈમના ડીઆઈજી પરિક્ષિતા રાઠોડ પ્રેસમાં જણાવવામાં આવ્યું કે, “આરોપી દ્વારા પૉન્ઝી સ્કીમ હેઠળ કુલ 11 હજાર લોકો પાસેથી રોકાણ કરાવવામાં આવ્યું છે. આરોપી રોકાણકારોને કેવી લાલચ આપતો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલે 100 જેટલા રોકાણકારોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. આરોપીએ 100 કરોડની મિલકત વસાવી છે, અત્યારે તેના સગા સંબંધીઓની મિલકતની પણ તપાસ કરવામાં આવી છે.”

સીઆઈડી ક્રાઈમ પ્રેસમાં વધુ ખુલાસા કરતાં જણાવ્યું કે, આ કેસમાં વધુ આગળની તપાસ ચાલી રહીછે, કુલ 100 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જે લોકોને આ મામલે સામેથી નિવેદન આપવું હોય તેઓ પણ સામેથી આવી શકે તેવું સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું છે. આરોપી દ્વારા 100 કરોડની મિલકત વસાવવામાં આવી છે તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેના સગા સંબંધીઓની મિલકતો પણ તપાસ કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમે જણાવ્યું કે, આરોપી રાજસ્થાનમાં 10 દિવસ રોકાયો હતો તેવી માહિતી સામે આવી છે. સાથે જ તે છેલ્લા 15 દિવસથી ત્યાં જ રોકાયો હતો. જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે તેવી માહિતી સીઆઈડી ક્રાઈમ દ્વારા આપવામાં આવી છે. જે ફાર્મહાઉસમાંથી તે ઝડપાયો હતો તે ફાર્મહાઉસના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, આરોપી એક મહિલા પોલીસ અધિકારી સાથે લગ્ન કરવાનો હતો. જેથી આ મુદ્દે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે જો તે મહિલા અધિકારીનો પણ આ કૌભાંડમાં કોઈ હાથ હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા દ્વારા એવો સવાલ પૂછવામાં આવ્યો કે તે મહિલા અધિકારીની મિલકતને લઈને કોઈ તપાસ કરવામાં આવી છે કે નહીં? ત્યારે સીઆઈડી ક્રાઈમ દ્વારા જણાવવામાં આવ્યું કે તે મહિલા અધિકારી પાસે જે પણ મિલકત છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. જેટલા એજન્ટો દ્વારા સૌથી વધારે રોકાણ કરાવવામાં આવ્યું છે અને તેમનો જે પણ રોલ છે તેને લઈને તે એજન્ટો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જેટલા પણ ડોંગલ યુઝ કરતો હતો તેને લઈને તેના ઘરના, તેની ઓફિસના સ્ટાફના દરેક લોકોની તપાસ કરવામાં આવશે. આ સિવાય 3 ક્રિકેટરો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પણ સામે આવી છે. જેમાં ક્રિકેટરો દ્વારા 10 લાખની આસપાસનું રોકાણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો

Ahmedabad: આજે રાત્રે 8 વાગ્યાથી અમદાવાદના આ રસ્તાઓ બંધ, શહેરમાં આ જગ્યાઓએ ડાન્સ પાર્ટીની મંજૂરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Meeting For UCC:  UCCને લઈ  મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે  પ્રથમ બેઠક
Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Swaminarayan Sadhu Controversial Statement : વીરપુર 2 દિવસ બંધ | સ્વામિનારાયણ સાધુને અલ્ટીમેટમShare Market News: કોરોબારી સપ્તાહના બીજા દિવસે પણ શેરબજારમાં કડાકો, જુઓ અહેવાલJamnagar News : જામનગરમાં હટાચી મશીન નીચે આવી જતાં મહિલાનું મોતManek Chowk Closed: ખાણી-પીણીના શોખીન અમદાવાદીઓ માટે મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Meeting For UCC:  UCCને લઈ  મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે  પ્રથમ બેઠક
Meeting For UCC: UCCને લઈ મોટા સમાચાર,ગુજરાત ખાતે યુનિફોર્મ સિવિલ કોડને લઈ આજે મળશે પ્રથમ બેઠક
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
PM Modi at Vantara: સિંહના બચ્ચાને વ્હાલ કરતા જોવા મળ્યા PM મોદી, જુઓ તસવીરો
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
સાત હજારથી વધુ ગ્રામ પંચાયતોની યોજાશે ચૂંટણી, આયોગે કલેકટરોને તૈયાર રહેવા કર્યો આદેશ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટક્કર, શું ચાર સ્પિનર્સ સાથે ઉતરશે ભારત?
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
'મહારાષ્ટ્રની રાજનીતિમાં રાર', ધનંજય મુન્ડેએ મંત્રી પદ પરથી આપ્યુ રાજીનામું, જાણો સમગ્ર મામલો...
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
દિલ્હી હાઇકોર્ટે રેપ કેસમાં યુવકને નિર્દોષ જાહેર કર્યો, કહ્યું- 'લાંબા સમય સુધી સહમતિથી...'
Embed widget