CUET PG 2022: અરજી કરવાનો આજે અંતિમ મોકો, 14 જુલાઈ સુધી કરી શકાશે ફોર્મમાં કરેકશન
CUET PG 2022: એપ્લિકેશન ફોર્મ કરેક્શન વિંડો 12 જુલાઈથી એક્ટિવ કરવામાં આવશે અને 14 જુલાઈ સુધી રાત્રે 11:50 વાગ્યા સુધી એક્ટિવ રહેશે.
CUET PG 2022: કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ, પોસ્ટ ગ્રેજ્યુએશન માટે રજિસ્ટ્રેશન કરાવવાની આજે છેલ્લી તક છે. જે ઉમેદવારોએ સીયુઇટી પીજી માટે હજી સુધી નોંધણી કરાવી નથી, તેઓ આજે સત્તાવાર વેબસાઇટ cuet.nta.nic.in પર જઈને પોતાનું અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરનારા ઉમેદવારો અરજી ફી ફક્ત 11 જુલાઇ સુધી જ ચૂકવી શકાશે તે ધ્યાનમાં રાખે. છે. એપ્લિકેશન ફોર્મ કરેક્શન વિંડો 12 જુલાઈથી એક્ટિવ કરવામાં આવશે અને 14 જુલાઈ સુધી રાત્રે 11:50 વાગ્યા સુધી એક્ટિવ રહેશે.
જાણકારી અનુસાર CUET-PGનો સ્કોર દેશની 66 સેન્ટ્રલ યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન આપશે. સાથે જ ઘણા રાજ્યોની યુનિવર્સિટીઓ, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓ પણ તેના દ્વારા પ્રવેશ આપશે.
કેટલી છે અરજી ફી
આ પરીક્ષામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફી ચૂકવવી પડશે. આ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ 800 રૂપિયા ફી ચૂકવવી પડે છે. જ્યારે ઈડબલ્યુએસ, ઓબીસી, એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવા માટે 550 રૂપિયા આપશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે આ પરીક્ષાથી સંબંધિત અપડેટ્સ માટે https://nta.ac.in/ તપાસતા રહો અને એનટીએની સત્તાવાર વેબસાઇટ https://cuet.nta.nic.in/ કરો.
આ રીતે કરો અરજી
- સૌપ્રથમ CUETની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાવ.
- હોમ પેજ પર દેખાતી CUET 2022 રજીસ્ટ્રેશન માટેની લિંક પર ક્લિક કરો.
- જે બાદ તમે નવા પેજ પર આવશો.
- અહીં રજિસ્ટ્રેશન કરો અને અહીં પૂછવામાં આવેલી માહિતી દાખલ કરીને લોગિન કરો.
- હવે બધી જરૂરી માહિતી દાખલ કરીને લોગિન કરો.
- હવે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ લો.
Education Loan Information:
Calculate Education Loan EMI