શોધખોળ કરો

​CUET UG 2023 માટે આ સપ્તાહમાં શરૂ થઇ શકે છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (Common University Entrance Test) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે

​CUET UG 2023 Registration Begins Soon:  કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (Common University Entrance Test) માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) મુજબ, CUET UG 2023 એપ્લિકેશન ફોર્મ આ અઠવાડિયે જ ઉપલબ્ધ થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) cuet.samarth.ac.in પર CUET રજિસ્ટ્રેશન શરૂ કરશે. UGC એ ડિસેમ્બર 2022 માં એક નોટિસ જાહેર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે CUET UG 2023 માટે નોંધણી ફેબ્રુઆરી 2023 ના પહેલા અઠવાડિયાથી શરૂ થશે. CUET UG 2023 માટે અરજી કરવા માટે ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને અનુસરી શકે છે.

અંડર ગ્રેજ્યુએટ યુનિવર્સિટી ટેસ્ટ 21 થી 31 મે 2023 દરમિયાન લેવામાં આવશે. CUET UG 13 ભાષાઓમાં યોજાશે જેમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુનો સમાવેશ થાય છે.  NTA એ દેશમાં લગભગ 1,000 પરીક્ષા કેન્દ્રોની ઓળખ કરી છે, જેમાંથી દરરોજ 450-500 પરીક્ષા કેન્દ્રોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. CUET UG સમગ્ર દેશમાં કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને અન્ય સહભાગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવે છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મદદ લઈ શકે છે.

CUET UG 2023 રજીસ્ટ્રેશન: કેવી રીતે અરજી કરવી

સ્ટેપ-1 સૌ પ્રથમ ઉમેદવારો CUET UG ની સત્તાવાર વેબસાઇટ cuet.samarth.ac.in પર જાવ.

સ્ટેપ-2 તે પછી ઉમેદવારના હોમ પેજ પર ઉપલબ્ધ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3 હવે ઉમેદવારો પૂછવામાં આવેલી લૉગિન વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

સ્ટેપ-4 રજીસ્ટ્રેશન બાદ ઉમેદવારના લૉગિન ઓળખપત્રો જનરેટ કરવામાં આવશે.

સ્ટેપ-5 હવે ઉમેદવાર લૉગિન ઓળખપત્રોનો ઉપયોગ કરીને અરજી ફોર્મ ભરે અને સબમિટ કરે.

સ્ટેપ-6 અરજી ફોર્મ ભર્યા પછી ઉમેદવારો તેને ડાઉનલોડ કરે છે.

સ્ટેપ-7 અંતે, ઉમેદવાર અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લઇ લે.

Budget 2023 : શું છે એકલવ્ય સ્કૂલ? શું છે તેની ખાસીયત? કેમ મોદી સરકાર વધારશે સંખ્યા?

Eklavya Model Residential School: સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આગામી વર્ષોમાં સાત હજારથી વધુ એકલવ્ય શાળાઓ ખોલવાની વાત કરી હતી. આ શાળાઓ દ્વારા જ્યાં વિદ્યાર્થીઓને વધુ સારા અભ્યાસની તક મળશે. તેની સાથે જ લગભગ 8 હજાર શિક્ષકો અને સહાયક કર્મચારીઓને પણ રોજગારી મળશે. શું તમે જાણો છો એકલવ્ય શાળાઓ શું છે અને તેનું મહત્વ શું છે? ચાલો જાણીએ કે કયા વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળા ખાસ બનાવવામાં આવી છે.

આ વર્ષે થઈ હતી શરૂઆત

એકલવ્ય શાળાની સ્થાપના વર્ષ 1997-98માં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (EMRS) તરીકે પણ થાય છે. આ શાળાઓ ખાસ કરીને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે જેથી કરીને તેમને શિક્ષણની વધુ સારી તકો પૂરી પાડી શકાય. આ શાળાઓ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળાઓ રાજ્ય સરકારો હેઠળ આવે છે, જે તેમની સ્થાપના માટે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

આ વર્ગના વિદ્યાર્થીઓ કરી શકે છે અભ્યાસ

એકલવ્ય શાળામાં 480 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકે છે. એટલે કે આ શાળા ધોરણ 6 થી 8 સુધીની છે. આ શાળાઓની સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં દરેક બ્લોક કે જેમાં 50 ટકા એસટી વસ્તી છે અને જ્યાં ઓછામાં ઓછી 20 ટકા આદિવાસી વસ્તી રહે છે ત્યાં એક EMRS એટલે કે એકલવ્ય શાળા હશે

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
Embed widget