CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: NEET ની જેમ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG-2024 અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
CUET UG 2024 Update: NEET ની જેમ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) UG-2024 અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો છે અને તેને રદ કરીને ફરીથી પરીક્ષા લેવાની માંગ કરી છે. હવે આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની પ્રતિક્રિયા આવી છે.
NTAએ આન્સર શીટ બહાર પાડી
NTAએ કહ્યું કે જો વિદ્યાર્થીઓની ફરિયાદ સાચી ઠરશે તો 15 થી 19 જુલાઇ સુધી ફરીથી પરીક્ષા કરાવવામાં આવશે. NTA એ અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા માટે આન્સર શીટ પણ બહાર પાડી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે એજન્સી પરિણામ જાહેર કરવાની તૈયારી કરી રહી છે.
NTA ફરિયાદોની તપાસ કરી રહી છે
NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ 9 જૂલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી અમારી સમક્ષ આન્સર શીટ સંબંધિત તેમના સવાલો રજૂ કરી શકે છે. તેમનામાં જે પણ જિજ્ઞાસા હશે, તેનું નિરાકરણ આવશે. અમે 30 જૂન સુધી અમને મળેલી ફરિયાદોની તપાસ કરી રહ્યા છીએ. જો એક પણ ફરિયાદ સાચી જણાય તો NTA ફરીથી પરીક્ષા લેવા માટે પ્રતિબદ્ધ છે.
વિદ્યાર્થીઓએ કહ્યું- ઘણો ઓછો સમય મળ્યો
એનટીએના અધિકારીઓએ એજન્સીને મળેલી ફરિયાદો અંગે કંઈ કહ્યું નથી. વિદ્યાર્થીઓ દાવો કરે છે કે તેમને પરીક્ષા કેન્દ્રો પર તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખૂબ જ ઓછો સમય ઉપલબ્ધ હતો, જેના કારણે તેઓ પરીક્ષા યોગ્ય રીતે આપી શક્યા ન હતા. NTA અધિકારીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓએ કેટલીક સમસ્યાઓની જાણ કરી છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓની ફરિયાદો વિષય નિષ્ણાતોની ટીમ દ્વારા ચકાસવામાં આવશે. પરિણામ સુધારેલી અંતિમ આન્સર શીટના આધારે જ જાહેર કરવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI