શોધખોળ કરો

પેપર લીકની સમસ્યાના મામલે હવે કડક કાયદાની વિદ્યાર્થીઓ પર શું અસર થશે? દરેક વિદ્યાર્થીએ આ જાણવું જ જોઈએ

Anti Paper Leak:પેપર લીકના વધતા જતા કિસ્સાઓને જોતા હવે દેશમાં પેપર લીક વિરોધી એક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. જેનો હેતુ સ્વચ્છ અને વ્યવસ્થિત પરીક્ષા લેવાનો છે.

Anti Paper Leak Law: દેશમાં અત્યારે જો કઈ ચર્ચામાં છે તો તે છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી. NEET UG પરીક્ષાનું સ્કોર કાર્ડ જાહેર થયા બાદથી દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. મામલો સુપ્રીમ કોર્ટમાં છે અને NTA એ DG સુબોધ કુમારને હટાવીને તેમની જગ્યાએ પૂર્વ IAS પ્રદીપ સિંહ ખરોલાની નિમણૂક કરી છે. આ ઉપરાંત દેશમાં પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે પેપર લીક વિરોધી એક કાયદો લાવવામાં આવ્યો છે. ચાલો જાણીએ આ કાયદાની વિદ્યાર્થીઓ પર શું અસર પડશે.

NEET UG પેપર લીકના સમાચાર સિવાય, UGC NETનું પેપર પણ ભૂતકાળમાં લીક થયું હતું. જે બાદ એજન્સીએ આ પરીક્ષા રદ કરી દીધી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે પેપર ડાર્ક વેબ પર લીક થયું હતું. આ સિવાય નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CSIR UGC NET અને NEET PG જેવી પરીક્ષાઓ મુલતવી રાખી છે. આ ઉપરાંત હાલના દિવસોમાં દેશભરના કેટલાક રાજ્યોમાં પેપર લીક જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. જે બાદ હવે આ કાયદાનો અમલ કરાવો જરૂરી જણાતો હતો.

કેન્દ્ર સરકારનો નવો કાયદો પરીક્ષાના પેપર લીક કરનારા અને ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારાઓ સામે લાગુ થશે. આ કાયદા હેઠળ દોષિતોને ઓછામાં ઓછી 3-5 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. સંગઠિત ગુનામાં સામેલ લોકોને 5 થી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. આ સાથે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનો દંડ પણ થઈ શકે છે. આ કાયદો સંગઠિત અપરાધ રોકવા અને ગુનેગારોને સજા કરવામાં મદદ કરશે.

આ કાયદામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનાર બાળકોને છૂટ આપવામાં આવી છે. આ બિલનો ઉદ્દેશ્ય એવા લોકોને રોકવાનો છે જેઓ છેડછાડ કરીને બાળકો અને દેશના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે. અહેવાલો અનુસાર, પેપર લીક વિરોધી કાયદો એક સકારાત્મક પગલું હોઈ શકે છે જે પરીક્ષાઓની નિષ્પક્ષતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

આ પરીક્ષાઓ કાયદાના દાયરામાં છે 

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
રેલ્વે ભરતી પરીક્ષા
ibps ભરતી પરીક્ષા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA), વગેરે. આ તમામ પરિક્ષાઓને કાયદાના દાયરામાં લેવામાં આવશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર

Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?

ABP Premium

વિડિઓઝ

Gir Somnath: તાલાલામાં મોડી રાત્રે ચાલ્યું દાદાનું બુલડોઝર, પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કામગીરીHun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
અમેરિકાની મોટી કાર્યવાહી, 'હમાસ સમર્થક' તમામ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ કરશે ટ્રમ્પ સરકાર
Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ
Kuldeep Yadav: ચેમ્પિયન ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કુલદીપ યાદવે પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ
Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ
Olaએ જનરેશન 3ના ઇલેક્ટ્રિક સ્કૂટરની બતાવી ઝલક, 31 જાન્યુઆરીએ થશે લોન્ચ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
સુપ્રીમ કોર્ટે મેન્યુઅલ રીતે ગટર સફાઈ પર મુક્યો પ્રતિબંધ, દિલ્હી સહિત આ 6 મહાનગરોમાં આદેશ લાગુ થશે

Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ

Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો

Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર

Embed widget