શોધખોળ કરો

Educational News: ગુજરાતની આ જાણીતી યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ થશે શરૂ, સમગ્ર ભારતમાં હશે પ્રથમ સ્નાતક કોર્સ

Gujarat Educational News: નવા સત્રની શરૂઆતથી કોર્સ શરૂ કરવામાં આવશે. કોર્સનું માધ્યમ અંગ્રેજી રહેશે.

Gujarat Educational News: ભારત સરકારે 2019 માં નવી શિક્ષણ નીતિ રજુ કરી છે. જે અંતર્ગત એમ.એસ યુનિવર્સિટીમાં હિન્દુત્વનો ગ્રેજ્યુએશન કોર્સ શરૂ  કરવામાં આવશે. આ કોર્સનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે. હિન્દુ સ્ટડીઝના કોર્સ માટે 60 બેઠકો ફાળવવામાં આવી છે, જેને સિન્ડિકેટે મંજૂરી આપી છે.

કોર્સમાં શું આવરી લેવાશે

કોર્સમાં ભગવત ગીતા, રામાયણ, આર્યુવેદનો પરિચય કરાવાશે. બી.એ , એમ.એ ના અભ્યાસક્રમમાં 60 - 60 બેઠક રખાઇ છે. પ્રત્યેક વર્ષ ની ફી 14,000 રાખવામાં આવી છે. કોર્સમાં હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન અપાશે. ઉપરાંત વર્તમાન સંદર્ભમાં હિન્દુ મૂલ્યોની જાણકારી પણ આપવામાં આવશે.

કોર્સનું માધ્યમ
નવા સત્રની શરૂઆતથી કોર્સ શરૂ કરવામાં આવશે. કોર્સનું માધ્યમ અંગ્રેજી રહેશે. એમ.એસ યુનિવર્સિટીમાં હિન્દુ સ્ટડિઝનો સમગ્ર ભારતમાં પ્રથમ સ્નાતક કોર્ષ શરૂ કરવામાં આવશે.

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.

આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.

શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ

ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.. વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે.આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે.. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે..

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાત બોર્ડ-નિગમના કર્મચારીઓની
Hun To Bolish : હું તો બોલીશ : મગફળીને SMSથી ગ્રહણ!
Hun To Bolish : હું તો બોલીશ : નારી શક્તિ ઝિંદાબાદ
Morbi MLA : મોરબીમાં ધારાસભ્ય વરમોરા અને પંચાયતના સભ્ય વચ્ચે બોલાચાલી, MLAએ ચાલતી પકડી
Mehsana Protest :  બહુચરાજી હાઈવે પર ચક્કાજામ , પેપર મીલ સામે માંડ્યો મોરચો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
નરમ પડ્યા ટ્રમ્પના સૂર...અમેરિકી રાષ્ટ્રપતિ બોલ્યા- 'હું ભારતની ખૂબ નજીક, PM મોદી સાથે સારા સંબંધ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
ઓનલાઈન ગેમિંગ પર નિયંત્રણની તૈયારી પૂરી, અશ્વિની વૈષ્ણવ બોલ્યા- 'નિયમ 1 ઓક્ટોબરથી લાગૂ'
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
Devayat Khavad: દેવાયત ખવડના જામીન મંજૂર, કોર્ટે રાખી આ આકરી શરતો, જાણો 
"દેશના Gen Z બચાવશે બંધારણ," રાહુલ ગાંધીએ મત ચોરીના આરોપો પર રમ્યો "નેપાળવાળો દાવ"
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
અનિરૂદ્ધસિંહ  જાડેજાને સુપ્રીમ કોર્ટે આપી એક સપ્તાહની રાહત, હાલ નહીં થાય સરેન્ડર 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
6,6,6,6,6,6...મોહમ્મદ નબીએ ફટકારી 6 સિક્સર, અફઘાનિસ્તાને અંતિમ 2 ઓવરમાં બનાવ્યા 49 રન 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
Operation Sindoor: 'ઓપરેશન સિંદૂર માટે કેમ પસંદ કરાયો અડધી રાતનો સમય ?' CDS અનિલ ચૌહાણે જણાવ્યું કારણ 
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
હિન્ડેનબર્ગ કેસ મામલે અદાણી ગ્રુપને મળી મોટી રાહત., સેબીએ આપી ક્લીન ચીટ
Embed widget