શોધખોળ કરો

ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની ગુજરાતની આ સંસ્થા આપે છે તક, જાણો વિગતે

આત્મનિર્ભર ભારતનાં નિમાર્ણમાં વિદ્યાર્થીઓની ઉત્તમ કારર્કિદીનાં ઘડતર માટે ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનું ક્ષેત્ર હોટ ફેવરિટ પુરવાર થશે.

અમદાવાદ : વૈશ્વિક મહામારી કોવિડ-19નો દૃઢતાથી અને સફળતાપૂર્વક સામનો કરી રહેલો ભારત દેશ સંપૂણપણે આત્મનિર્ભર થવાનું લક્ષ્ય ધરાવે છે. વૈશ્વિકીકરણ અને ઔદ્યોગિકીકરણનાં વધતા વ્યાપ અને કોવિડ-19 પછી બદલાયેલી વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતની મહત્વની ભૂમિકા હશે. નવા સંજોગોમાં કારકિર્દીનાં ઘડતર માટે ઉદભવી રહેલા ટોચનાં ક્ષેત્રોમાં ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનું સ્થાન પણ ટોચ પર રહેશે. ભારતમાં ફાયર ટેક્નોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ પુરું પાડતી જૂજ સંસ્થાઓ છે. છેલ્લા 19 વર્ષથી કાર્યરત કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેક્નોલોજી (સીઓએસએફટી) ટોચ પર છે. ધો.૧ર સાયન્સ પછી વિદ્યાર્થીઓને ફાયર ટેકનોલોજી એન્ડ સેફટીનાં ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવવાની તક ઉપલબ્ધ છે. ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં ઓટોમોબાઈલ હબ તરીકે ઓળખાતા સાણંદ ખાતે આવેલી કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી (સીઓએસએફટી) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે કે જયાં વિદ્યાર્થીને ગુજરાત યુનિવર્સિટીની B.Sc. (Fire & Safety) ડિગ્રી મળે છે. ગુજરાતના કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓને રહેવા માટે સંસ્થામાં હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. ફાયર અને સેફટીના ક્ષેત્રમાં સો ટકા પ્લેસમેન્ટનો રેકોર્ડ ધરાવતી આ સંસ્થાની વધુ વિગતો તેની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. કોણ કરી શકે છે અરજી ? કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીનાં એડમિશન માટે ધો.૧ર સાયન્સમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કર્યા બાદ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. A ગ્રુપ અને B ગ્રુપમાં ધો.૧ર સાયન્સ પાસ થયેલા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ઈન્ટરવ્યુની પ્રક્રિયા ચાલે છે. કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજીમાં B.Sc. (Fire & Safety)માં એડમીશન માટે જે તે રાજયમાં માન્ય એજયુકેશન બોર્ડ ઉપરાંત CBSEનાં ધો.૧ર સાયન્સ પાસ વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. સીઓએસએફટીમાં ધો.૧૦ અને ધો. 12 (કોમર્સ) પછી G.C.V.T. (ગાંધીનગર) દ્વારા માન્યતા પ્રાપ્ત I.T.I. (Fireman)નો એક વર્ષનો અભ્યાસ ક્રમ પણ ચલાવવામાં આવે છે. આ અભ્યાસક્રમમાં પણ આકર્ષક રોજગારીની તકો રહેલી છે. અત્યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને મળી નોકરી ? છેલ્લા 19 વર્ષથી કાર્યરત કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં અત્યાર સુધીમાં 5500થી 6000થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ફાયર અને સેફટી ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા છે. ગુજરાત સરકારની જીપીએસસી એ પણ આ કોર્સને માન્યતા આપી હોવાથી આકર્ષક સરકારી નોકરીની તક ગુજરાત રાજ્યમાં પણ રહેલી છે. કોલેજ ઓફ ફાયર ટેકનોલોજીમાં ઉપલબ્ધ B.Sc. (Fire & Safety)ની ડિગ્રીનો સમયગાળો ૩ વર્ષનો છે. સંસ્થાનું કેમ્પસ અત્યાધુનિક અને સારી આંતરમાળખાકીય સુવિધાઓથી સજજ છે. વિદેશી યુનિવર્સિટીમાં ક્યા કોર્સમાં મળી શકે પ્રવેશ કોલેજ ઓફ સેફટી એન્ડ ફાયર ટેકનોલોજી ISO 9001 - 2015 પ્રમાણિત સંસ્થા છે. કોલેજ ગ્રેજયુએશન પછી ઉચ્ચ અભ્યાસ માટે વિદેશની યુનિવસિર્ટીમાં M.Sc. કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય છે અને રોજગારીની તકો ઉપલબ્ધ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget