GATE 2024 Registration: હવે GATE 2024 માટે આ દિવસથી શરૂ થશે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
GATE 2024 પરીક્ષાનું આયોજન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્ધારા કરવામાં આવશે
GATE 2024 Registration Soon: GATE 2024 માટે નોંધણીની પ્રક્રિયા 24 ઓગસ્ટથી શરૂ થવાની હતી. પરંતુ કેટલાક કારણોસર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. જે બાદ હવે GATE 2024 પરીક્ષા માટે રજીસ્ટ્રેશન પોર્ટલ ઓપન થવાની તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. આ વખતે પરીક્ષામાં બેસનાર ઉમેદવારોએ સત્તાવાર સાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તે અહીં આપેલા સ્ટેપ્સને પણ ફોલો કરી શકે છે.
Dear Applicants: We know you are all eagerly waiting for the application portal to open! The Application Portal is expected to open by 30th August 2023.
— GATE 2024 (@GATE24_Official) August 24, 2023
Thank you for your patience while we work toward making your application experience smooth and seamless.
GATE 2024 પરીક્ષાનું આયોજન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર દ્ધારા કરવામાં આવશે. આ પરીક્ષા ફેબ્રુઆરી 2024માં યોજાવાની છે. તારીખોની વાત કરીએ તો પરીક્ષાની તારીખો 3, 4, 10 અને 11 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. જોકે આ તારીખો બદલાઇ શકે છે. આ પરીક્ષા બે શિફ્ટમાં યોજવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9:30 થી બપોરે 12:30 સુધી યોજાશે. બીજી શિફ્ટનું આયોજન બપોરે 2:30 થી 5:30 સુધી કરવામાં આવશે.
GATE 2024 Registration Soon: કેવી રીતે કરી શકો છો રજિસ્ટ્રેશન?
સ્ટેપ-1: અરજી કરવા માટે ઉમેદવારો પ્રથમ સત્તાવાર સાઇટ પર જાવ.
સ્ટેપ-2: પછી ઉમેદવારના હોમ પેજ પર તમારા ID અને પાસવર્ડની મદદથી GATE 2024 એપ્લિકેશન ફોર્મ ભરો.
સ્ટેપ-3: આ પછી ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
સ્ટેપ- 4: હવે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવી પડશે.
સ્ટેપ-5: તે પછી સબમિટ બટન પર ક્લિક કરો.
સ્ટેપ-6: પછી ઉમેદવારોએ GATE રજિસ્ટ્રેશન ફોર્મ 2024 ડાઉનલોડ કરો.
સ્ટેપ-7: અંતમાં ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.
Education Loan Information:
Calculate Education Loan EMI