Government Jobs 2024: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ભરતીની જાહેરાત કરી
સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Gujarat Government Jobs: સરકારી નોકરીની તૈયારી કરતા હોય તે ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 500 પદ પર આ ભરતી અભિયાન હાથ ધરાશે. ખેતી મદદનીશની 436 જગ્યાઓ ભરવામાં આવશે. આ સાથે જ બાગાયત મદદનીશની 52 જગ્યાઓ અને અતિથિ ગૃહમાં મેનેજરની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પ્રિય ઉમેદવાર મિત્રો,
— HASMUKH PATEL (@HHPATELGSSSB) June 24, 2024
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે ઉમેદવારો 1 જૂલાઈથી 20 જૂલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.
Education Loan Information:
Calculate Education Loan EMI