શોધખોળ કરો

Government Jobs: 10 પાસ માટે ITBPમાં નોકરીની તક, 81 હજાર રૂપિયા મળશે પગાર

Government Jobs: ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે.

Government Jobs:  ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. ખાસ વાત એ છે કે આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને 81000 હજાર રૂપિયા સુધીનો પગાર મળશે. અરજીની પ્રક્રિયા આજથી જ શરૂ થઈ રહી છે જે કોઈપણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તે ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે.

કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ ખાલી છે?

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં ઘણી જગ્યાઓ માટે ભરતી છે. કુલ 128 જગ્યાઓ ખાલી છે. કોન્સ્ટેબલ એનિમલ ટ્રાન્સપોર્ટ માટે સૌથી વધુ જગ્યાઓ છે. કુલ 115 જગ્યાઓ ખાલી છે જેમાં પુરૂષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે. હેડ કોન્સ્ટેબલ ડ્રેસર વેટરનરી (પુરુષ/સ્ત્રી) માટે કુલ 9 જગ્યાઓ છે, જ્યારે કોન્સ્ટેબલ કેનલમેનની પોસ્ટ માટે કુલ ચાર જગ્યાઓ છે. આ પોસ્ટ ફક્ત પુરુષો માટે છે.

કોણ અરજી કરી શકે છે

કોઈપણ 10મું પાસ ઉમેદવાર ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) માં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે, જો કે 10મી સાથે આ પોસ્ટ્સ માટે ઘણી વિવિધ લાયકાતો પણ માંગવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ ડ્રેસર વેટરનરી અને કોન્સ્ટેબલ કેનલમેન માટે ITI/પેરા વેટરનરી કોર્સ/સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા ઇન વેટરનરી સાથે 10મું પાસ હોવું જરૂરી છે.  આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 18 અને મહત્તમ 25 કે 27 વર્ષ છે. ઉંમરમાં પણ નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે. ઉંમરની ગણતરી 10મી સપ્ટેમ્બર 2024થી કરવામાં આવશે.

એપ્લિકેશન ફી કેટલી હશે?

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), જનરલ, OBC, EWS કેટેગરીની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC/ST/ભૂતપૂર્વ સૈનિક/મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

પસંદગી કેવી રીતે થશે?

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોએ શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં હાજર રહેવું પડશે. આ પરીક્ષાઓમાં સફળ થયા પછી ઉમેદવારની દસ્તાવેજ ચકાસણી થશે. આ પછી મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.

પગાર કેટલો મળશે?

ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં હેડ કોન્સ્ટેબલ ડ્રેસર વેટરનરી પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોનો પગાર દર મહિને 25,500 - 81,100 રૂપિયા હશે. કોન્સ્ટેબલ એનિમલ ટ્રાન્સપોર્ટ, કોન્સ્ટેબલ, કેનલમેનનો પગાર દર મહિને 21,700-69,100 રૂપિયા હશે.

કેવી રીતે અરજી કરવી

ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) માં આ ભરતીઓ માટે અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ recruitment.itbpolice.nic.in પર જવું પડશે. અહીં ઓનલાઈન અરજી કરતી વખતે સહી, ફોટો, આઈડી પ્રૂફ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. અરજી ફી પણ અહીં ભરવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget