BSFમાં બહાર પડી બમ્પર ભરતી, ઇચ્છુક ઉમેદવારો આ રીતે કરી શકે છે અરજી, જાણો ડિટેલ.......
ઉમેદવારે અરજી અધિકારીક વેબસાઇટ bsf.gov.in પર જઇને ઓનલાઇન જ કરવાની છે, આ માટે તેમને હૉમ પેજ પર ઉપલબ્ધ કેન્ડિડેટ લૉગીનની લિન્ક પર ક્લિક કરવુ પડશે.
નવી દિલ્હીઃ સીમા સુરક્ષા દળ (BSF) માં નોકરી કરવાની સુવર્ણ તક સામે આવી છે. BSFમાં જવા માંગતા યુવાઓ માટે એક ખુશખબર છે કે હાલમાં BSF માટે બમ્પર પદો પર ભરતી બહાર પડી છે. ઇચ્છુક ઉમેદવાર BSFની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે, અરજી કરવાની સ્ટેપ્સ ઓફિશિયલ વેબસાઇટ પર આપવામાં આવેલા છે.
ઉમેદવારે અરજી અધિકારીક વેબસાઇટ bsf.gov.in પર જઇને ઓનલાઇન જ કરવાની છે, આ માટે તેમને હૉમ પેજ પર ઉપલબ્ધ કેન્ડિડેટ લૉગીનની લિન્ક પર ક્લિક કરવુ પડશે. આ પછી નવા પેજ પર તેમને ‘રજિસ્ટર હિયર’ પર ક્લિક કરવુ પડશે અને તમારી તમામ ડિટેલ અહીં ભરવાની છે.
ઉંમર મર્યાદા -
પદો માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 30 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરવાને પાત્ર છે, વધુ ડિટેલ્સ ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઇને ચેક કરી શકે છે.
બહાર પડાયેલા નૉટિફિકેશન અનુસાર, અરજી કરવા માટે ઉમેદવારને 100 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે, જોકે એસસી/એસટી અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોને કોઇપણ પ્રકારની અરજી ફી નથી આપવાની.
જાહેર નૉટિફિકેશન અનુસાર, આ ભરતી દ્વારા કુલ 90 પદો પર ભરતી કરવામાં આવશે, આમા ઇન્સ્પેક્ટરનુ 1, જૂનિયર એન્જિનીયરના 32 તથા સબ ઇન્સ્પેક્ટરના 57 પદ સામેલ છે.
આ પણ વાંચો........
ચીન સામે રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર, “ભારતને છંછેડ્યુ, તો કોઈને છોડીશું નહીં”
ગરમીમાં ખૂબ જ જરુરી છે વાળની સંભાળ, આ રીતે રાખો તમારા વાળને સુંદર
કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે, ગરમીમાં વધારે ખાવી જોઈએ
ક્રિકેટમાં વાયલન્સ.. વાયલન્સ... વાયલન્સ.. KGF ના રૉકીભાઈના અંદાજમાં દેખાયો ડેવિડ વોર્નર, જુઓ વીડિયો
Education Loan Information:
Calculate Education Loan EMI