GPSC Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખમાં થયો ફેરફાર, જાણો ક્યારે યોજાશે
GPSC Exam Date Change: જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો.
GPSC Exam: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે. ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી- કમ -મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તારીખ પણ બદલવામાં આવી રહી છે, જે માટેની જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે.
શિક્ષકોની બંપર ભરતી, એક સાથે 48,000 જગ્યાઓ માટે અહીં કરો અરજી
રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે રાંધણ ગેસના બાટલાની કિંમત 1000 રૂપિયાથી ઘટાડીને 500 રૂપિયાની જાહેરાત કર્યા બાદ રોજગારીને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. RSMSSBએ શિક્ષકોની બમ્પર ભરતી કરવાની જાહેરાત કરી છે. આ ભરતી માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન દ્વારા પ્રાથમિક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની જગ્યાઓ ભરવામાં આવશે. આ અરજીઓ રીટ પરીક્ષા 2023 માટે આમંત્રિત કરવામાં આવી છે. 48,000 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
જે ઉમેદવારો રાજસ્થાનમાં શિક્ષકની ભરતી માટે ફોર્મ ભરવા માંગતુ હોય તે આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને જ નિમણૂક થઈ શકશે. આ ભરતી પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 21 ડિસેમ્બર 2022, બુધવારથી શરૂ થઈ ગઈ છે.
આ વેબસાઇટ પરથી અરજી કરો
આ ખાલી જગ્યાઓ વિશે વિગતવાર માહિતી મેળવવી હોય કે અરજી કરવી. બંને કામ માટે RSMSSBની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. આમ કરવા માટે રાજસ્થાન સબઓર્ડિનેટ અને મિનિસ્ટરિયલ સર્વિસિસ સિલેક્શન બોર્ડની સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – rsmssb.rajasthan.gov.in.
છેલ્લી તારીખ
RSMSSB પ્રાથમિક શિક્ષકની પોસ્ટ માટે નોંધણી આજથી શરૂ થઈ ગઈ છે અને તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 19 જાન્યુઆરી, 2023 નક્કી કરવામાં આવી છે. છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરો કારણ કે જે અરજીઓ છેલ્લી તારીખ પછી સબમિટ કરવામાં આવશે તે કોઈપણ કિંમતે સ્વીકારવામાં આવશે નહીં.
કોણ કોણ અરજી કરી શકે
લેવલ વન શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે D.El.Ed અથવા B.El.Ed માં ડિગ્રી હોવી આવશ્યક છે, તેમજ ઉમેદવારે REET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. બીજી બાજુ લેવલ ટુ શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારે B.Ed, B.El.Ed તેમજ REET પરીક્ષા પાસ કરવી જરૂરી છે. વિગતવાર સૂચના હજી પ્રકાશિત કરવામાં આવી નથી. આ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
આ રીતે કરો અરજી
અરજી કરવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે recruitment.rajasthan.gov.in પર જાઓ.
અહીં શિક્ષકની પોસ્ટ માટે અરજી કરવાની લિંક આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.
આગલા પગલામાં નોંધણી ટેબ પર જાઓ અને નોંધણી પૂર્ણ કરો.
હવે લોગિન કરો અને ઇચ્છિત પોસ્ટ માટે અરજી કરો.
આગળના પગલામાં અરજી ફોર્મ ભરો, દસ્તાવેજો અપલોડ કરો અને ફી સબમિટ કરો.
હવે ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ કાઢો.
નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.
Education Loan Information:
Calculate Education Loan EMI